સામગ્રીઃ પનીર - ૨૦૦ ગ્રામ • મરચાંની પેસ્ટ - ૨ ચમચા • લીંબુનો રસ - ૧ ચમચો • લીલાં ટામેટાં - ૪ નંગ • બારીક સમારેલાં ડુંગળી-લસણ - ૧-૧ ચમચો • આદું-લસણની પેસ્ટ - ૨ ચમચા • તેલ - ૧ ચમચો • માખણ - ૧ ચમચો • માવો - ૧ ચમચો • તમાલપત્ર - ૨ પાન • લવિંગ - ૨ નંગ • એલચી - ૧ નંગ • તજ - નાનો ટુકડો • ગરમ મસાલો - ૧ ચમચી • મધ - ૨ ચમચી • કસૂરી મેથી - ૧ ચમચી • ક્રીમ/મલાઈ - ૨ ચમચા • મીઠું - સ્વાદ મુજબ
રીત: પનીરના ચોરસ ટુકડા કરો અને તેમાં લીલાં મરચાંની પેસ્ટ, લીંબુનો રસ અને મીઠું ભેળવીને અડધા કલાક માટે મેરીનેટ થવા દો. ટામેટાંની પ્યૂરી બનાવો. કડાઈમાં ડુંગળી અને લસણને નરમ થાય ત્યાં સુધી સાંતળો. ઠંડા થયા પછી ક્રશ કરી લો. હવે કડાઈમાં માખણ ગરમ કરી, તેમાં તમાલપત્ર, લવિંગ, એલચી, તજ નાંખીને સહેજ વાર સાંતળી પછી આદું-લસણની પેસ્ટ નાખો અને સાંતળો. આ પછી તેમાં ડુંગળી અને લસણની પેસ્ટ તેમજ ટામેટાંની પ્યૂરી નાખીને તેલ છૂટું પડે ત્યાં સુધી ખદખદવા દો. માવો અને કસૂરી મેથી નાંખો અને હળવા હાથે હલાવતા રહો. આ પછી તેમાં પનીર નાખીને મિક્સ કરો. તેમાં મલાઈ કે ક્રીમ, મધ અને ગરમ મસાલો નાખીને હલાવી એકાદ-બે મિનિટ રહેવા દો. હરિયાલી પનીર મખનીને રોટી, નાન કે પુલાવ સાથે સર્વ કરો.