સામગ્રી: • સાબુદાણા - ૧ કપ • શિંગદાણા - અડધો કપ • બાફેલા બટાકા - ૨ નંગ • કોથમીર - ૧ કપ • લીલાં મરચાં - ૨ નંગ • લીમડાનાં પત્તા - ૮-૧૦ નંગ • મીઠું - સ્વાદ મુજબ • જીરું - ૨ ચમચી • મરી પાઉડર - ૧ ચમચી • ખાંડ - ૧ ચમચી • લીંબુનો રસ - અડધી ચમચી • આદુંનો ટુકડો - ૧ નંગ • ઘી - ૪ ચમચી
રીત: સૌપ્રથમ સાબુદાણાને સાતથી આઠ કલાક પલાળીને નિતારી લો. શિંગદાણાને એક પેનમાં શેકી મિક્સરમાં ક્રશ કરી લો. હવે મિક્સરમાં કોથમીર, મરચાં અને આદું ઉમેરીને પેસ્ટ બનાવી લો. પેનમાં ઘી લઈને તેમાં જીરું, શિંગદાણા, લીમડો સાંતળી કોથમીર મરચાંની પેસ્ટ ઉમેરો. બટાકાને મધ્યમ સમારી સાંતળો. છેલ્લે સાબુદાણા ઉમેરીને લીંબુનો રસ અને કોથમીર ઉમેરી ગરમાગરમ હરિયાળી સાબુદાણા ખીચડી સર્વ કરો.