સામગ્રીઃ લીલી હળદર – ૫૦૦ ગ્રામ • ગોળ – ૫૦૦ ગ્રામ • સૂકા મેવાના ટુકડા - અડધી વાટકી
રીતઃ કાચી હળદરને છોલીને છીણી લો. પેનમાં ઘી ગરમ કરીને છીણેલી હળદર નાંખો. હળદરને પાણી શોષાઈ ન જાય ત્યાં સુધી સાંતળો. બીજા એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરીને બધા સૂકા મેવાને શેકો. ગોળનો ભૂક્કો કરીને તેમાં મિક્સ કરો અને પછી તેમાં સાંતળેલી હળદર મિક્સ કરીને લાડુ વાળી લો. કાચી હળદર શિયાળામાં ખૂબ લાભકારક રહે છે. આ મોસમમાં તેના લાડુ બનાવીને ખાવાથી શરીરને ઉષ્મા પ્રાપ્ત થવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.