સામગ્રીઃ ૩ કાચાં કેળાં • ત્રણ જુદાં જુદાં કલરનાં શિમલા મરચાં • ૫૦ ગ્રામ બ્રોકલી • ૫૦ ગ્રામ વટાણા (બાફેલા) • એક ટેબલ-સ્પૂન ચિલી ફ્લેક્સ • એક ટેબલ-સ્પૂન ઓરેગાનો • અડધો ટેબલ-સ્પૂન લાલ મરચાનો પાઉડર • ૧ ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ • અડધો કપ સિંગદાણા - શેકીને ક્રશ કરેલા • ૧ ટેબલ સ્પૂન તેલ • ૧/૪ ટેબલ સ્પૂન સાકર (ઓપ્શનલ) • મીઠું સ્વાદ પ્રમાણે • ચપટી હળદર • અડધા લીંબુનો રસ • અડધો કપ કોથમીર • ૬-૭ કઢીપત્તાં (લીમડો)
રીતઃ કાચાં કેળાં બાફીને મેશ કરી લો. બાફેલા વટાણા મિક્સ કરો. શિમલા મરચાં, બ્રોકલી બારીક સમારીને તૈયાર રાખો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી બારીક સમારેલાં શિમલા મરચાં અને બ્રોકલી નાખી દો. ૫-૭ મિનિટ પાકવા દો. પછી મીઠું, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, લાલ મરચાં, આદુ-મરચાંની પેસ્ટ, હળદર, સાકર નાખીને બરાબર મિક્સ કરી લેવું. અધકચરું પાકી જાય પછી ગેસ બંધ કરી દેવો. શિંગદાણા અને કઢીપત્તાંને પીસી લેવાં. હવે મેશ કરેલાં કાચાં કેળાં, મેશ કરેલા વટાણા, શિમલા મરચાંનો માવો બનાવેલો માવો - એ બધું મિક્સ કરી લો. એમાં કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે મિશ્રણને પેટીસનો આકાર આપો અને તેને રવામાં રોલ કરીને એક પેન પર શેકી લેલો. સોસ-ચટણી સાથે સર્વ કરો.