આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: (સ્ટફિંગ માટે) 1/4 કપ સમારેલું પનીર, અડધો કપ બાફેલા બટાકા, 1 સમારેલી ઝીણી ડુંગળી, સમારેલા લીલા ધાણા, 2 ચમચી સમારેલાં ફુદીનાનાં પાન, અડધી ચમચી આદુંની પેસ્ટ, અડધી ચમચી જીરું પાઉડર, 1 ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદ પ્રમાણે, ઘી કુલ્ચા શેકવા માટે.
(કુલ્ચા માટે) 1 કપ મેંદો, 1 ચપટી ખાંડ, 5 ચમચી દૂધ, 1 ચમચી તેલ, મીઠું સ્વાદ પ્રમાણે.
રીત: એક બાઉલમાં કુલ્ચા માટેની તમામ સામગ્રી ભેગી કરો અને લોટ બાંધીને 20 મિનિટ સુધી તેને રહેવા દો. સ્ટફિંગ તૈયાર કરવા માટે પેનમાં ઘી લો. તેમાં આદુંની પેસ્ટ, જીરું પાઉડર, સમારેલી ડુંગળી, બાફેલા સમારેલા બટાકા, સમારેલી ડુંગળી, સમારેલું પનીર, ફુદીનો, લીલા ધાણા નાંખીને તેમાં મીઠું, લીંબુનો રસ નાંખીને મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી તેને ઠંડું કરવા મૂકો. ત્યારબાદ બાંધેલા લોટના નાના લૂઆ કરીને કુલ્ચા વણો. તેમાં આ સ્ટફિંગ ભરીને પરોઠા વણીને તેને ઘીમાં શેકો. કુલ્ચાને ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરો.