સામગ્રી: ભીંડો ૨૫૦ ગ્રામ • બારીક સમારેલી ડુંગળી - ૧ નંગ • બારીક સમારેલા ટામેટાં - ૨નંગ • લીલાં કોપરાની છીણ – પા કપ • દહીં ૪ ચમચી • કાજુ - ૧૨ નંગ • હળદર - અડધી ચમચી • લાલ મરચું - અડધી ચમચી • સૂકાં લાલ મરચાં - ૩ નંગ • તેલ - ૫ ચમચી • લીમડાના થોડાક પાન • મીઠું - સ્વાદ મુજબ
રીતઃ સૌપ્રથમ મીક્સરમાં કોપરાં અને કાજુ મિક્સ કરીને પેસ્ટ બનાવી લઇને બાજુ પર રાખી દો. હવે કડાઇમાં ત્રણ ચમચી તેલ મૂકો. ગરમ થયેલા તેલમાં વચ્ચેથી કાપા પાડેલા ભીંડા ઉમેરીને તેને સાંતળી લો. એક પ્લેટમાં ભીંડાને કાઢી લઇને એ જ કડાઇમાં રાઇ અને તલ ઉમેરો. તતડે એટલે તેમાં લીમડાના પાન અને સૂકાં લાલ મરચાં ઉમેરો. ડુંગળી નાખીને તે બદામી રંગની થાય એટલે ટામેટાં, લાલ મરચાં, હળદળ તથા મીઠું ઉમેરો અને તેલ છૂટે ત્યાં સુધી સાંતળો. તેને પાંચ મિનિટ રહેવા દો. તૈયાર થયેલી હૈદરાબાદી ગ્રેવીમાં તળેલાં ભીંડા ઉમેરો અને ગરમાગરમ પરોઠાં સાથે સર્વ કરો.