લંડનઃ ઘણી વખત બે લોકો એક સાથે ફિટનેસ અને ડાયેટનું એક સરખું રૂટીન ફોલો કરતાં હોય છે. જેમાંથી એક વ્યક્તિ થોડા સમયમાં સિક્સ પેક બનાવવામાં સફળ રહે છે જ્યારે બીજાને લાંબો સમય લાગે છે. વૈજ્ઞાનિકોએ તાજેતરના રિસર્ચમાં આનું કારણ જણાવ્યું છે. તેઓનું કહેવું છે કે આવું થવાનું એક કારણ વ્યક્તિના જિન્સ હોઇ શકે છે. નબળા ડીએનએ ધરાવતા લોકોમાં એક્સસાઇઝ છતાં તેની મોડી અસર થાય છે જ્યારે સ્ટ્રોંગ ડીએનએ ધરાવતા લોકોમાં આની અસર જલ્દીથી જોવા મળે છે.
કેમ્બ્રિજની એંગ્લિયા રસ્કિન યૂનિર્વિસટીના સંશોધકોએ વ્યક્તિના જિન્સની તેમની એક્સાઇઝ ટ્રેનિંગ પર શું અસર પડે છે તે સમજવા માટે છેલ્લા ૨૪ રિસર્ચની તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે વ્યક્તિના ૧૩ એવા જિન્સ હોય છે જેમનું કનેક્શન એક્સરસાઇઝ સાથે સંકળાયેલું છે. એક્સસાઇઝની સારી અસર માટે આ જિન્સનું સ્ટ્રોંગ હોવું જરૂરી છે. આ જિન્સની અસર કાર્ડિયોફિટનેસ, મસલ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને એરોબિક એક્સસાઇઝ પર પડે છે. વ્યક્તિની બોડી પર એક્સસાઇઝની સારી અસર માટે આ ૧૩ જિન્સ જવાબદાર હોય છે.
જોકે આની સાથોસાથ વ્યક્તિના ખાનપાન અને પોષક તત્વોનો પણ એક રોલ હોય છે જેનાથી ઇન્કાર કરી શકાય નહીં. ૧૫થી ૫૫ વર્ષની ઉંમર વાળા ૩૦૧૨ વયસ્કો પર થયેલા રિસર્ચ અનુસાર વ્યક્તિના જિન કાર્ડિયો ફિટનેસ, મસલ સ્ટ્રેંન્થ અને એરોબિક એક્સસાઇઝ પર અસર કરતા જોવા મળે છે.
સંશોધકોનું કહેવું છે કે, દરેક વ્યક્તિના જિનની પેટર્ન અલગ અલગ હોય છે. આ માટે એક જ એક્સસાઇઝ કરવા છતાં અલગ અલગ લોકોમાં અલગ અલગ અસર જોવા મળે છે. આવા કેસમાં વ્યક્તિના જિન્સને જાણીને તે અનુસાર એક્સાઇઝ રુટીન બદલવાથી સારું પરિણામ મેળવી શકાશે.