લંડનઃ જો કાયમ નાઈટ ડ્યૂટી હોય અથવા મોડી રાત્રે જમવાની ટેવ હોય તો ચેતી જજો. મોડી રાત્રે ભરપેટ જમવાથી હૃદયરોગ અને ડાયાબિટિસ થવાની સૌથી વધુ શક્યતા છે. તાજેતરના સર્વેના તારણો કહે છે કે લોહીમાં ફેટનું પ્રમાણ વધવાથી તેને આગળ વધવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે ડાયાબિટિસનો ભોગ બની જવાય છે. બપોર પછી સમય કરતાં થોડું મોડું જમવાથી લાંબાગાળે માંદગી લાગુ પડે છે. જે સમયે આંતરડાં સુસ્ત હોય અથવા બોડી સાઈકલમાં અન્ય પ્રોસેસ ચાલુ હોય ત્યારે કોઈ ખોરાક શરીરમાં આવે ત્યારે આહાર પચાવવામાં તકલીફ પડે છે.
જે ખોરાક શરીરમાં જાય તેમાંથી સૌથી પહેલાં ચરબી છૂટી પડે છે. જે લોહીમાં સીધી ભળે છે. ટ્રાયગ્લીસરાઈડ નામનું તત્ત્વ લીવરમાં રહીને આ કામ કરે છે. જે આવશ્યક લોહી હૃદય અને પોષકતત્ત્વો દિમાગ સુધી પહોંચવા જોઈએ તેમાં અવરોધ પેદા થવાથી સ્વાદુપિંડ પર માઠી અસર થાય છે. લોહી સંબંધિત બીમારીઓ વધતા ડાયાબિટીસનું જોખમ વધે છે.
રીસર્ચમાં એક એવી વાત પણ સામે આવી કે, જે લોકો સવારના સમયે નાસ્તો કરે છે તેમનામાં બીમારીનું પ્રમાણ નહિવત જોવા મળે છે. સવારના સમયે ભરપેટ ભારી નાસ્તો કરવાથી બોડી સાઇકલને પૂરતુ ઇંધણ મળે છે. જેથી તે દિવસભર આપણને દોડતા રાખી શકે છે.