અઢળક ગુણનો ખજાનો પનીર

Saturday 25th September 2021 07:01 EDT
 
 

પનીરનો સ્વાદ મોળો હોય છે, પરંતુ મોટા ભાગના લોકોને તે પસંદ હોય છે. તે કેટલું સોફ્ટ છે, નરમ છે તેના આધારે તેની તાજગીનો અંદાજ મેળવાતો હોય છે. કાચા પનીરનું સેવન સ્વાસ્થ્યવર્ધક છે. કાચા પનીરમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફોલેટ ઉપરાંત ઘણા ન્યૂટ્રીયન્ટસ સમાયેલા હોય છે. જે સુગરને પણ કન્ટ્રોલ કરે છે તેમજ માનસિક તણાવ પણ દૂર કરે છે.
• કાચા પનીરનું સેવનઃ નાસ્તો કે લંચના એક કલાક પહેલા કરવું, જેથી વધુ પડતું ભોજન કરવાથી બચી શકાય. વ્યાયામના થોડાક કલાકો પછી પણ પનીરનું સેવન ફાયદાકારક હોય છે. રાતના સૂવાના એક કલાક પહેલા પનીરનું સેવન કરવું. ભોજનને પચાવા માટે પ્રોટીનની વધુ જરૂર હોય છે અને પનીરમાં પ્રોટીન પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે.
• હાડકાં મજબૂત કરેઃ કાચા પનીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે તેથી તેનું નિયમિત સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. તેમજ સાંધાના દુખાવામાં પણ રાહત થાય છે.
• ફાઇબરથી ભરપૂરઃ ફાઇબરની કમી હોવાના કારણે નબળી ઇમ્યૂન સિસ્ટમ, હરસ, કોલેસ્ટ્રોલ, કબજિયાત અને સુગર લેવલ વધવાની તકલીફોનો સામનો કરવો પડે છે. શરીરમાં ફાઇબરની કમીને પૂરી કરવા માટે રોજ પનીરનું સેવન કરવું જોઇએ. દિવસમાં ઓછામાં ઓછું એક વખત પનીર ખાવાથી ફાઇબરની કમી પુરી થાય છે.
• પાચનક્રિયા સુધારેઃ કાચું પનીર ખાવાથી પાચન તંત્ર સુધરે છે, જેથી પેટને લગતી સામાન્ય બીમારીઓ દૂર રહે છે.
• ડાયાબિટીસ નાથેઃ કાચા પનીરમાં ઓમેગા-૩ ફેટી એસિડ સમાયેલું હોય છે, જે ડાયાબિટીસના દરદીઓ માટે ફાયદાકારક છે. કાચા પનીરનું નિયમિત સેવન કરવાથી સુગર કન્ટ્રોલમાં રહે છે.
• માનસિક તાણઃ દિવસ દરમિયાનના સ્ટ્રેસ અને થાકને દૂર કરવા માટે નિયમિત કાચું પનીર ખાવું જોઇએ, જેથી તાણ અને થાક દૂર થાય છે. જ્યારે પણ તાણ અને થાક લાગે તો કાચા પનીરનું સેવન કરવું.
• નબળાઇ નિવારેઃ પનીરમાં પ્રોટીનની સાથે સાથે અન્ય તત્વો પણ સમાયેલા છે, જેથી કાચું પનીર ખાવાથી નબળાઇ દૂર થાય છે. આ ઉપરાંત તેના સેવનથી માંસપેશીઓ બરાબર રહે છે.
• ચરબી ઊતારેઃ પ્રોટીન અને કેલ્શિયમ ઉપરાંત કાચા પનીરમાં લીનોલાઇફ એસિડ પણ જોવા મળે છે, જે શરીરમાંની ચરબીને બાળે છે. જેથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. તેથી ડાયટમાં કાચું પનીર સામેલ કરવું.
• કેન્સરથી રક્ષણઃ કાચા પનીરના સેવનથી કેન્સરનું જોખમ ઓછું થાય છે. સ્તન કેન્સર માટે તે વધુ ફાયદાકાર સાબિત થાય છે. નિયમિત કાચું પનીર ખાવાથી શરીરમાં કેન્સર સેલ્સનો ગ્રોથ અટકી જતો હોય છે.
• દાંત મજબૂત કરેઃ પનીરમાં પ્રોટીન અને કેલ્શિયમ સમાયેલા હોવાથી દાંતને મજબૂત કરે છે. તેમજ પેઢામાંથી લોહી વહેવું, કેવિટિ અને દુખાવામાં પણ રાહત રહે છે.
• હૃદયરોગનં જોખમ ઘટાડેઃ કાચા પનીરના નિયમિત સેવનથી ધમનિયોમાં થતા અવરોધને હટાવે છે. આનાથી હૃદયરોગના હુમલાનું જોખમ ઓછું થાય છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ પણ કન્ટ્રોલમાં રહે છે.

વધુ પડતું સેવન નુકસાન પણ કરે
પનીરના સેવનથી લાભની સાથે સાથે ગેરલાભ પણ છે. તેમાં વધુ પ્રમાણમાં ચરબી સમાયેલી હોવાથી તેને વધુ પ્રમાણમાં ખાવાથી ચરબી વધવાની શક્યતા છે. કોલેસ્ટ્રોલ પણ વધવાનું જોખમ રહેલું છે, જે હૃદય માટે નુકસાનકારક છે. કાચા પનીરનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક છે. વધુ પડતા પનીરના સેવનથી ભ્રૂણના વિકાસ પર જોખમ વધી જાય છે. વધુ પડતું પનીર ખાવાથી શરીરમાં પ્રોટીનની માત્રા વધી જાય છે જેથી દસ્તની તકલીફની શક્યતા રહે છે. કિડનીના રોગીઓને પનીરનું સેવન તબીબની સલાહ પ્રમાણે જ કરવું જોઇએ. કોઇ શાક કે કરીમાં પનીર નાખતી વખતે વધુ પડતું રંધાવુ ન જોઇએ, પનીર વધુ પડતું રંધાશે તો પોષક તત્વોમાં કમી આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter