અમદાવાદઃ શહેરમાં ફિઝિયોથેરાપી ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા મિશન હેલ્થના સાતમા સેન્ટરનું સેટેલાઇટ વિસ્તારમાં લોકાર્પણ કરાયું છે. વિવિધ ક્ષેત્રના આગેવાનો અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકાયેલું આ સેન્ટર ફિઝિયોથેરાપી - ફિટનેસ અને રિહેબિલિટેશનનો ત્રિવેણીસંગમ છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. વર્ષ 2005માં
ડો. આલાપ શાહ અને ડો. દિશા શાહે મિશન હેલ્થનું સપનું નિહાળ્યું હતું, અને બે વર્ષ બાદ શહેરના ધરણીધર વિસ્તારમાં પ્રથમ સેન્ટરનો પ્રારંભ થયો. આજે 15 વર્ષમાં 1.5 લાખ સ્કવેર ફિટમાં મિશન હેલ્થના સાત સેન્ટર કાર્યરત છે. ત્રણ ડોક્ટરથી શરૂ થયેલું મિશન હેલ્થ આજે 300 ડોક્ટરની વિશાળ ટીમ ધરાવતું એશિયાનું સૌથી મોટું ફિઝિયોથેરાપી - ફિટનેસ અને રિહેબિલિટેશન હબ બન્યું છે.
મિશન હેલ્થનું સાતમું સેન્ટર વૈવિધ્યપૂર્ણ ખૂબીઓથી સજ્જ છે. આ સેન્ટર સ્પેશ્યલાઇઝ્ડ ફિઝિયો-રિહેબ, સ્પેશ્યલાઇઝ્ડ ફિઝિયો-ફિટનેસ, ટ્રાન્સફોર્મેશન સ્ટુડિયો, રોબોટિક્સ હબ, કન્સલ્ટીંગ લોન્જ, રિહેબ સ્યુટ, યોગા ડેક વગેરે જેવી અનેકવિધ વિશેષતા ધરાવે છે. તો અહીંનું ઇન્ટરકનેક્ટેડ ટેરેસ, ચારબાગ, બુદ્ધા ડેક, ધ ટેરેસ, ધ તુલસી ચોક, ધ બાલ્કની જેવા સ્થાન દર્દીઓને પ્રાકૃતિક સૌંદર્યની ભવ્યતાનો અહેસાસ કરાવે છે. આમ આ સેન્ટર શહેરની ભીડભાડ વચ્ચે પણ દર્દીને આહલાદ્ક શાંતિનો અનુભવ કરાવે છે.