કેનેડાના ઓન્ટારિઓના હેમિલ્ટનમાં આવેલી મેકમાસ્ટર યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર જે લોકો વધુપડતા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ (UPFs) ખાય છે અને પ્રમાણમા પ્રોસેસ થયા વિનાનો કે કાચો ખોરાક ઓછાં પ્રમાણમાં લે છે તેમને ક્રોહન્સ (Crohn’s) ડિસીઝ થવાનું જોખમ વધી જાય છે.
કેનેડાના ઓન્ટારિઓના હેમિલ્ટનમાં આવેલી મેકમાસ્ટર યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર જે લોકો વધુપડતા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ (UPFs) ખાય છે અને પ્રમાણમા પ્રોસેસ થયા વિનાનો કે કાચો ખોરાક ઓછાં પ્રમાણમાં લે છે તેમને ક્રોહન્સ (Crohn’s) ડિસીઝ થવાનું જોખમ વધી જાય છે. આંતરડાના સોજા-દાહ (ઈન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ-IBD) ના આ રોગના ચોક્કસ કારણો જાણી શકાયા નથી પરંતુ, તેમાં જઠરથી માંડી આંતરડાના આખા માર્ગ પર સોજા આવે છે. નિષ્ણાતો કહે છે કે આ રોગ ઈમ્યુન સિસ્ટમને સાંકળતા જિનેટિક અને પર્યાવરણીય પરિબળોનું સંયોજન હોઈ શકે છે. સમગ્ર વિશ્વમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સનો ઉપયોગ વધી રહ્યો છે જેના કારણે આંતરડામાં માઈક્રોબાયોટા- સુક્ષ્મ જીવાણુઓની સમતુલા ખોરવાઈ જાય છે અને સોજા આવે છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સમાં ડાયેટરી ફાઈબર નહિવત હોય છે તેમજ હાઈ સેચ્યુરેટેડ ફેટ્સ, ખાંડ અને ઈમલ્સિફાયર્સ જેવા એડિટિવ્ઝ હોય છે. સંશોધકોએ 2020થી 2022ના ગાળામાં એક મિલિયનથી વધુ લોકોને સાંકળતા અભ્યાસમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ તેમજ ક્રોહન્સ ડિસીઝ અને અલ્સરેટિવ કોલાઈટિસ સહિત IBD વચ્ચેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ ક્લિનિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી એન્ડ હિપેટોલોજીમાં પ્રસિદ્ધ કરાયો હતો.