ઔષધીની વર્ષો જૂની ભારતીય પદ્ધતિ આયુર્વેદની લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલા શરૂઆત થઈ હતી. આયુર્વેદ ‘જીવનનું વિજ્ઞાન’ છે અને તે તમામ ઉપચાર પદ્ધતિની માતા સમાન ગણાય છે. આયુર્વેદથી માત્ર બીમારીની જ સારવાર થાય છે તેવું નથી, તે તો લોકોને તંદુરસ્ત રહેવામાં પણ મદદરૂપ થાય છે. આયુર્વેદ સમજ આપે છે કે મન અને શરીર એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. આયુર્વેદ વિજ્ઞાન કુદરતી બાબતોનો ઉપયોગ કરે છે અને જીવનશૈલી તથા આહારમાં ફેરફારના ઉપયોગ દ્વારા લાંબા ગાળાની બીમારીની સારવારમાં મદદ કરે છે. સાથે જ તે બીમારીને અટકાવી પણ શકે છે અને જીવનશક્તિને વધારી શકે છે.
આયુર્વેદિક સારવારમાં હર્બલ સ્ટીમ સાથે અથવા તેના વિનાના જુદા જુદા પ્રકારના બોડી મસાજનો સમાવેશ થાય છે. તેનાથી શરીર અને મન રાહત અને નિરાંત અનુભવે છે, શરીરની અકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે. આયુર્વેદ શરીરમાં લોહીના પરિભ્રમણમાં મદદ કરે છે અને તેનાથી આરોગ્યને બીજા ઘણાં લાભ મળે છે.
નસ્યમ (નાસિકા સંબંધિત સારવાર)થી સાઈનસ અને અન્ય કેટલીક શારીરક બીમારીમાં લાભ થાય છે. કીઝી ટ્રીટમેન્ટ્સ (વિવિધ જડીબૂટ્ટીઓમાંથી બનાવાયેલ મોટી ગોળી) શરીરની હાલતને આધારિત રહીને સાંધાને લગતા જુદા જુદા રોગો, આર્થ્રાઈટીસ, ન્યૂરોલોજીકલ અને મસ્ક્યુલર બીમારીના ઈલાજમાં મદદરૂપ થાય છે. શિરોધારા (કપાળ પર દવાયુક્ત હૂંફાળા તેલની ધાર કરવી) મન અને શરીરને રાહત માટે અદભૂત સારવાર છે. આ સારવાર નિંદ્રાને લગતી તકલીફો, માનસિક અને ન્યૂરોલોજીકલ સમસ્યાઓ અને ચામડીને લગતી તકલીફોમાં ખૂબ સારી છે. દર્દીની હાલતને ધ્યાનમાં લઈને આયુર્વેદિક ડોક્ટર દવાયુક્ત આયુર્વેદિક તેલ, પાવડર, ઉકાળા અથવા અન્ય જડીબૂટ્ટી ઔષધિ વિશે નિર્ણય લેશે. આયુર્વેદની કેટલીક સારવાર ઉપરાંત આયુર્મેડિક્સ જુદીજુદી પરંપરાગત આયુર્વેદિક સારવાર પણ પૂરી પાડે છે.
વેસ્ટ ક્રોયડનમાં અમારું અધિકૃત આયુર્વેદિક સારવાર સેન્ટર છે. અમારો તાલીમબદ્ધ અને ૧૦ કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતો સ્ટાફ કેરળ(દક્ષિણ ભારત)નો છે. અમે અમારી તમામ આયુર્વેદિક દવાઓ કેરળની જાણીતી દવા ઉત્પાદક કંપનીઓ પાસેથી મંગાવીએ છીએ. અમે આર્થ્રાઈટીસ, સાંધાના અન્ય રોગો, ન્યૂરોલોજીકલ અને મસ્ક્યુલર તકલીફો, સ્ટ્રોક, પેરાલિસીસ, માનસિક તકલીફો, અનિદ્રા, માસિકધર્મને લગતા રોગો, જાતીય રોગોની સારવાર કરીએ છીએ અને અન્ય ઘણાં રોગોનો અમારા સેન્ટરમાં ઈલાજ કરી શકીએ છીએ.
www.ayurmedics.org
Ph: 0203 6206 999 Mob : 0744 027 7607