ભોજનમાં મીઠાનું વધારે પ્રમાણ જોખમી હોય છે તે આપણે જાણીએ છીએ છતાં સૌથી વધારે તૈયાર ભોજન અને પેકેટ ફૂડ વધારે પસંદ કરીએ છીએ. બ્રિટનમાં તાજેતરમાં થયેલા સર્વે પ્રમાણે આવા તૈયાર ભોજન સૌથી વધારે જોખમી હોય છે. તેમાં પણ પેકેટ ફૂડ અને ઇન્સ્ટન્ટ ફૂડ આ બાબતે સૌથી વધારે જોખમી હોય છે. આ અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે પેકેટ ફૂડ, બ્રેડ અને ભોજનમાં મીઠાનું પ્રમાણ નિયત માત્રા કરતાં વધારે હોય છે. તેના કારણે લોકોને હૃદયરોગ, પેટના રોગો અને પેટનું કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. સંશોધકોના તે પુખ્ત ઉંમરના લોકોએ રોજનું છ ગ્રામ અને બાળકોએ ત્રણ ગ્રામથી વધારે મીઠું ભોજનમાં ન લેવું જોઈએ. તેના કરતાં વધારે મીઠાનો ઉપયોગ શરીર માટે અત્યંત જોખમી છે. તે અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ આપે છે.