લંડનઃ ઈ-સિગારેટ્સનું સેવન ન કરતી વ્યક્તિની સરખામણીમાં સેવન કરતી વ્યક્તિને હાર્ટ એટેક આવવાની શક્યતા વધવા ઉપરાંત કોરોનરી આર્ટરીને લગતા રોગ અને ડિપ્રેશનનું જોખમ વધારે રહેતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું.
યુનિવર્સિટી ઓફ કેન્સાસના સંશોધકોને જણાયું હતું કે ઈ-સિગારેટનું સેવન કરતાં લોકોને હાર્ટ એટેક આવવાની શક્યતા ૩૪ ટકા તેમજ કોરોનરી આર્ટરીને લગતાં રોગ થવાની શક્યતા ૨૫ ટકા વધુ રહે છે. તેમને ડિપ્રેશન અથવા એન્ક્ઝાઈટીની શક્યતા પણ ૫૫ ટકા જેટલી વધી જાય છે.