ઊંઘની ક્વોલિટી પર અસર કરતાં પરિબળો

Wednesday 10th July 2024 05:59 EDT
 
 

ઊંઘ એ આપણા જીવનના સૌથી મહત્ત્વના પાસાંઓમાંથી એક છે, છતાં તેને ઘણી વાર અવગણવામાં આવે છે. કેટલાક લોકો કોઈપણ સંજોગોમાં ઘસઘસાટ સૂઇ શકે છે તો કેટલાક લોકોની નીંદર સામાન્ય અવાજ કે હલનચલનના અણસાર માત્રથી ખોરવાઇ જાય છે. આમ, વ્યક્તિની ઊંઘની પેટર્ન અલગ અલગ હોય છે. ઊંઘની ગુણવત્તા પણ અનેક પરિબળોની અસર થાય છે. આ પરિબળો ક્યા છે તે આજે આપણે જાણીએ...
ઊંઘ પર અસર કરતાં પરિબળો
• જિનેટિક્સ: તમે કેટલી સારી રીતે ઊંઘો છો તે નક્કી કરવામાં જિનેટિક્સ (આનુવાંશિક્તા) મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શરીરમાં રહેલાં સેરોટોનિન અને ડોપામાઇન જેવાં ન્યૂરોટ્રાન્સમીટરનાં સ્તરો ઊંઘ અને જાગૃતિને બેલેન્સને નિયંત્રિત કરે છે.
• વાતાવરણ: તમારા ઘરના વાતાવરણની તમારી ઊંઘની ગુણવત્તા પર મોટી અસર પડી શકે છે. ઘોંઘાટ, પ્રકાશ અને તાપમાન જેવાં પરિબળોની ઊંઘ પર અસર પડી શકે છે.
• લાઇફસ્ટાઇલ: તમે કેટલા સારી રીતે ઊંઘો છો તેમાં તમારી જીવનશૈલી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આહાર, વ્યાયામ અને સ્ટ્રેસ જેવાં પરિબળો તમારી ઊંઘની પેટર્નને અસર કરી શકે છે.
• ઉંમર: જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ તમારી ઊંઘની પેટર્ન બદલાઈ શકે છે. વૃદ્ધો - વયસ્કોને નાનીમોટી તબીબી સમસ્યાઓ થતી હોય છે જેના કારણે તેમની ઊંઘને ​​અસર પહોંચી શકે છે.
• હોર્મોન્સ: તમે કેટલી સારી રીતે ઊંઘો છો તેમાં હોર્મોન્સ પણ ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે, હોર્મોન મેલાટોનિન તમારા ઊંઘ અને જાગવાના ચક્રને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કેટલાક લોકોમાં મેલાટોનિનનું નીચું સ્તર હોઈ શકે છે જેના કારણે તેમના માટે ઊંઘવાનું મુશ્કેલ થઇ શકે છે.

સારી ઊંઘ માટે ટિપ્સ
બેડટાઇમ રૂટિન બનાવો: સૂવાના સમયની નિયમિત પાલન કરવાથી તમારા શરીરને એ સંકેત આપવામાં મદદ મળી શકે છે કે હવે સૂવાનો અને ઊંઘની તૈયારી કરવાનો સમય છે. આમાં વાંચન, ગરમ સ્નાન અથવા ઊંડા શ્વાસ અથવા ધ્યાન જેવી આરામની તકનિકોનો અભ્યાસ કરવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ શકે છે.
મર્યાદિત સ્ક્રીન સમય: સ્ક્રીનમાંથી નીકળતો બ્લૂ પ્રકાશ તમારા શરીરના કુદરતી ઊંઘ - જાગવાના ચક્રમાં દખલ કરી શકે છે, જેનાથી ઊંઘવું મુશ્કેલ બને છે.
કમ્ફર્ટેબલ વાતાવરણ: ખાતરી કરો કે તમારા બેડરૂમમાં પૂરતું અંધારું હોય અને એ શાંત તેમજ સૂવા માટે અનુકૂળ હોય. આરામદાયક મેટ્રેસનો વપરાશ કરો તેમજ તમે અવાજ અને પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હો તો બ્લેકઆઉટ કર્ટેન્સનો ઉપયોગ કરવાનું વિચારો.
સ્ટ્રેસ મેનેજમેન્ટ: માનસિક તણાવ તમારી ઊંઘમાં દખલ કરી શકે છે, તેથી તેને મેનેજ કરવાની રીતો શોધવી મહત્ત્વપૂર્ણ છે. આમાં વ્યાયામ, યોગ અથવા ધ્યાન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ શકે છે.
મર્યાદિત કેફીન અને આલ્કોહોલ: કેફીન અને આલ્કોહોલ બંને તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે, તેથી સૂવાના સમય પહેલાં એનું સેવન ન કરવું જોઇએ. આમ કરવાથી તમારા શરીર અને મનને ખલેલ વગરની ઊંડી, શાંત ઊંઘ મળશે.
દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાતો અલગ-અલગ હોય છે, તેથી તમારા શરીરને સાંભળવું અને સમજવું મહત્ત્વપૂર્ણ છે. જો તમને ઊંઘમાં તકલીફ થતી રહેતી હોય, તો તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter