ઊંઘમાં પણ તમારું વજન ઘટાડશે આ પાંચ ઉપાય

Wednesday 29th May 2024 05:07 EDT
 
 

તમે શરીરને કોઇ પણ પ્રકારનો પરિશ્રમ કરાવ્યા વગર ઊંઘમાં પણ વજન ઘટાડી શકો છો એવું કોઇ તમને કહે તો માન્યામાં આવે ખરું? સહુ કોઇ જવાબમાં નનૈયો જ ભણવાના, પરંતુ આ સાચું છે. જો કેટલીક ટેવ અપનાવાય તો ઊંઘ દરમિયાન પણ શરીરમાં એકત્રિત ફેટને ઘટાડી શકાય છે. આજે જાણીએ વિજ્ઞાન આધારિત આવા જ પાંચ ઉપાય અંગે...

વજન ઘટાડવામાં ઊંઘ આ રીતે મદદ કરે છે

ગાઢ નિદ્રામાં ચરબી ઝડપથી ઓગળે છે

ગાઢ નિદ્રા ઊંઘની એ અવસ્થા છે, જ્યારે શરીર અસરકારક રીતે ચરબી ઓગાળે છે. દરરોજ સાતથી આઠ કલાકની સારી ઊંઘ આ પ્રક્રિયાને વધારે છે. ગાઢ નિદ્રા માટે દિનચર્યા મહત્ત્વપૂર્ણ છે. આથી સૂવાના બે કલાક પહેલા ગેજેટ્સ બંધ કરી દો. બેડરૂમને ઠંડો રાખો. રૂમનું વાતાવરણ ખુશનુમા રાખો.

ઊંઘવાનું રૂટીન બનાવો, હોર્મોન્સ વધુ સારી રીતે કામ કરશે

તમે દરરોજ જ્યારે ચોક્કસ સમયે ઊંઘો છો અને જાગો છો, ત્યારે તમારું શરીર ગ્રોથ હોર્મોન જેવા ફેટ-બર્નિંગ હોર્મોન્સનો વધુ સારી રીતે ઉપયોગ કરે છે. આ ઉપરાંત, તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને નિયંત્રિત કરે છે, જે ચરબી ઓગાળવામાં મદદ કરે છે. તેથી, સપ્તાહના અંતે પણ ચોક્કસ સમયે સૂવું અને જાગવું જરૂરી છે. આ નિયમિતતા શરીરની કુદરતી રીધમમાં સુધારો કરશે.

ડીનર વહેલું લો અને તેમાં પ્રોટીન વધારો

સૂવાના બેથી ત્રણ કલાક પહેલા ખોરાક અને તેમાં વધુ લીન પ્રોટીન જરૂરી છે. કારણ કે, જમ્યા પછી તરત સૂવું શરીરને ફેટ બર્નિંગ મોડમાં આવતા અટકાવે છે. લીન પ્રોટીન આરામ કરતાં મેટાબોલિક રેટને વધારે છે. તે મોડી રાતની તૃષ્ણાને પણ ઘટાડે છે. કઠોળ, બેસન, ચીઝ, ઇંડા પ્રોટીનના સારા સ્ત્રોત છે.

તૂટક તૂટક ઉપવાસ કરો, સંચિત ચરબી ઘટે છે

તૂટક તૂટક ઉપવાસ ઊંઘ દરમિયાન ઝડપથી ચરબી ઓગાળે કરે છે. આમાં. ભોજનનો સમયગાળો મર્યાદિત કરીને ઉપવાસનો સમયગાળો વધારવામાં આવે છે. આ કારણે શરીર ઊર્જા માટે પહેલાથી જ સંગ્રહિત ચરબીનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. તમે 12 કલાકથી ઉપવાસ શરૂ કરીને તેને 14 થી 16 ક્લાક સુધી વધારી શકો છો

નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ પાચન સુધારે છે

દિવસ દરમિયાન સ્ટ્રેન્થ ટ્રેનિંગ (વેઇટ લિફ્ટિંગ અને રેઝિસ્ટન્સ એક્સરસાઈઝ) કરવાથી મસલ માસ વધે છે. તે મેટાબોલિઝમને વધારે છે, અને ઊંઘ દરમિયાન ચરબી ઓગાળવામાં મદદ કરે છે. જો તમે જીમમાં જઈ શકતા નથી, તો પુશઅપ્સ, પ્લેન્ક વગેરે જેવી બોડીવેઇટ એક્સરસાઈઝ ઘરે રહીને જ કરી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter