લંડન: છ વખત ફોર્મ્યુલા-વન વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલા અમેરિકન કાર રેસર લુઇસ હેમિલ્ટનનું કહેવું છે કે, તે વેગન ડાયેટને અપનાવી ચૂક્યો છે. મતલબ કે સંપૂર્ણ રીતે શાકાહારી અને ઉગાડવામાં આવતા શાકભાજી પર આધારિત ડાયેટ. તે ડેરી પ્રોડક્ટ પણ સંપૂર્ણ છોડી ચૂક્યો છે. તેનું માનવું છે કે આ નવા પ્રકારની ડાયેટ ફોલો કર્યા બાદથી તેના પ્રદર્શનમાં પણ ઘણો સુધાર આવ્યો છે તથા તે અગાઉ કરતાં વધુ ફિટ હોવાનો અનુભવ કરી રહ્યો છે.
હેમિલ્ટને ૨૦૧૮થી અત્યાર સુધીમાં ૩૫માંથી ૨૦ રેસ જીતી છે. પોતાના નવા ડાયેટનો ઉલ્લેખ કરતા હેમિલ્ટને જણાવ્યું કે, ‘ડાયેટ વાસ્તવમાં તમારો સંપૂર્ણ માઇન્ડસેટ બદલવાનો એક માર્ગ છે હોય છે. પોતાને સંપૂર્ણપણે નવી ડાયેટમાં ઢળવાનું કામ સરળ નથી હોતું, પરંતુ મેં આ કર્યું. હવે હું મારી જાતને વધુ ફિટ અનુભવી રહ્યો છું.’
હેમિલ્ટને કહ્યું હતું, ‘અગાઉ મારા માટે ખાવાનો અર્થ માત્ર પેટ ભરવા સાથે હતો. હવે હું શરીરના ફ્યુલ તરીકે તેને જોઉં છું. પ્રારંભમાં તો હું ભૂખ લાગી હોય તો કંઈ ઓર્ડર કરતા પહેલા હું તે ડિશ વિશે વાંચતો રહેતો હતો અને જાણવાનો પ્રયાસ કરતો કે તેના થકી મારા શરીરને શું મળશે. ધીમે-ધીમે આ કામ સરળ થયું.’ વાસ્તવમાં વિશ્વભરના સ્પોર્ટસપર્સનમાં વેગન ડાયેટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી, અમેરિકન ટેનિસ ખેલાડી બહેનો - સેરેના વિલિયમ્સ અને વિનસ વિલિયમ્સ, સર્બિયાના નોવાક જોકોવિચ જેવા જાણીતા નામ પણ વેગન ડાયેટને ફોલો કરી રહ્યાં છે.