નેશવિલઃ વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે સુખી લગ્નજીવનનો ઉકેલ સૂચવ્યો છે. નિષ્ણાતો કહે છે કે સુખી લગ્નજીવન માટે પતિ-પત્નીએ એકબીજા સાથે દલીલો કરવી જોઈએ. નવ વર્ષથી માંડીને ૪૨ વર્ષથી એક સાથે રહેતા ૧૨૧ દંપતીઓ પર હાથ ધરાયેલા સર્વે બાદ સંશોધકો તારણ પર આવ્યા છે કે જો લગ્નજીવનને સુખી રાખવું હોય તો દિવસમાં એક વાર એકબીજા સાથે દલીલમાં ઊતરવું જોઈએ.
નેશવિલની યુનિવર્સિટી ઓફ ટેનેસીમાં હાથ ધરાયેલા સર્વેમાં જણાવાયું હતું કે જે લોકો એકબીજા સાથે દલીલ કરે છે તે લાંબો સમય એકબીજા સાથે રહી કે છે. ૩૦ અને ૭૦ના દાયકાના લગભગ ૧૨૧ દંપતનીઓ પર આ સર્વે હાથ ધરાયો હતો. જેમાં મોટા ભાગના લોકો ૪૨ વર્ષથી તો કેટલાક નવ વર્ષથી એકબીજા સાથે રહેતાં હતાં. આ દંપતનીઓને તેમના સંબંધોના વિવિધ પાસાઓ સાથે તેમના મુદ્દાઓને ક્રમાંકિત કરવા જણાવ્યું હતું. નેશવિલની યુનિવર્સિટી ઓફ ટેનેસીના પ્રોફેસર એમી રીઅરે જણાવ્યું હતું કે સુખી યુગલો સમાધાનલક્ષી અભિગમ અપનાવે છે અને તેઓ જે વિષય પર ચર્ચા કરવાનું પસંદ કરે છે તેમાં પણ સ્પષ્ટ હોય છે.
વૃદ્ધ યુગલો માટે આત્મીયતા મહત્ત્વની હોય છે અને ત્યાર પછીના ક્રમે નવરાશ, ઘરગથ્થુ, આરોગ્ય, સંદેશવ્યવહાર અને રૂપિયા છે. મોટા ભાગના દંપતીઓએ ઈર્ષ્યા અને ધર્મને ઓછામાં ઓછું મહત્ત્વ આપ્યું હતું. અલબત્ત, આ યુગલોએ તેમના જીવનસાથીના આરોગ્ય તથા શારીરિક આત્મીયતા અંગેના પડકારો વિશે ચર્ચા કરવાનું ટાળ્યું હતું.