પ્રોવોહ (ઉત્તાહ)ઃ અમેરિકાના ઉત્તાહ સ્ટેટમાં આવેલી બ્રિઘમ યંગ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અભ્યાસના તારણ અનુસાર એકલા રહેવા કરતાં જીવનસાથીની સાથે રહેવાથી માનસિક તણાવમાં ખૂબ મોટો ઘટાડો થાય છે. સંશોધકોએ વ્યક્તિની કીકીની હલનચલનના આધારે આ અભ્યાસ કર્યો હતો.
આ અભ્યાસ હાથ ધરનાર બ્રિઘમ યંગ યુનિવર્સિટીના સાઈકોલોજી પ્રોફેસર વેન્ડીએ કહ્યું હતું કે અભ્યાસમાં ૪૦ કપલને સામેલ કરાયા હતા. તેમને કમપ્યૂટર પર કેટલાક કામો સોંપવામાં આવ્યાં હતા ત્યાર બાદ વિવિધ પરિબળોનો અભ્યાસ કરીને આ તારણ આપવામા આવ્યું છે. અભ્યાસમાં એવું જણાયું હતું કે જે કપલ્સ એકબીજાની સાથે બેઠા હતા તેમના તણાવમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
૬૬ ટકા કર્મચારી તણાવનો શિકાર
આ ઉપરાંત એક અન્ય અભ્યાસ થકી કર્મચારીઓમાં માનસિક તણાવનું પ્રમાણ જાણવા માટે કરાયો હતો. આ રિપોર્ટ અનુસાર લગભગ ૬૬ ટકા કર્મચારીઓ તણાવનો શિકાર બન્યા છે. વિલિસ ટાવર વોટસન દ્વારા કરાયેલા તાજા અધ્યયનમાં આ જાણકારી મળી છે.
આ રિસર્ચરોએ નાનાં-નાનાં ગ્રૂપમાં એ લોકોનું પરીક્ષણ કર્યું હતું, જેઓ એક્ટિવિટી ટ્રેકર્સનો ઉપયોગ કરતા હતા. કાંડા પર બંધાતા ટ્રેકરથી મળતી માહિતી દ્વારા ૮૫ હજાર લોકોની ઊંઘની પેટર્ન સાથે જોડાયેલા આંકડાઓ સમજવાની કોશિશ કરાઇ હતી. સંશોધનમાં એ વાતની પણ તપાસ કરાઇ હતી કે, ક્યા જિન લોકોના સૂવા અને ઊઠવાના સમય પર અસર કરે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આંખની કીકી માત્ર ૨૦૦ મિલિ સેકન્ડમાં સ્ટ્રેસ લેવલની માહિતી આપે છે. વ્યક્તિ જ્યારે તણાવમાં હોય છે ત્યારે તેની કીકીઓમાં ઝડપથી હલનચલન જોઈ શકાય છે. પ્રકાશ અને બોડી ક્લોકની મગજ પર પડતી અસરનું પ્રમાણ અલગ-અલગ લોકોમાં અલગ અલગ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે કર્મચારીઓમાં વધી રહેલો તણાવ અને શારીરિક ગતિવિધિઓમાં ઘટાડો, વધી રહેલી મેદસ્વિતા, નાણાંકીય અસુરક્ષા અને તમાકુનું સેવન રોજગારદાતાઓ માટે મોટી ચિંતાનો વિષય બની રહ્યો છે અને તેની અસર કર્મચારીઓના કામકાજ પર પડી રહી છે. આથી જ હવે ઘણી કંપનીઓએ કર્મચારીઓનો માનસિક તણાવ ઘટે તે દિશામાં પ્રયાસ શરૂ કર્યા છે.