એક્સપાયરી ડેટ પછી દવાઓ લઈ શકાય ખરી?
તમે જોયું હશે કે કોઈ પણ ઓવર ધ કાઉન્ટર દવા- કેપ્સૂલ કે ટેબ્લેટનાં પેકેજ કે બોટલ પર તેની એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે આ તારીખ વીતી ગયા પછી તે દવાનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય? એક્સપાયરી ડેટ પછી દવાના ઉપયોગ સલામત અથવા અસરકારક ગણાય કે નહિ તેમાં પેશન્ટની વય, દવાના પ્રકાર, તેના સંગ્રહની વ્યવસ્થા અને તેની મુદત પૂર્ણ થયાને કેટલો સમય થયો છે તેના સહિત અનેક પરિબળો કામ કરે છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે શરદી અને ફ્લુ માટે મળતી દવાઓની પ્રિન્ટેડ એક્સપાયરી ડેટને વધુ સમય થયો ન હોય તો તેના લક્ષણોથી રાહત મેળવવા તેનો ઉપયોગ કરી શકાય. જોકે, તેની અસરકારકતા ઘટી જાય છે. ઘણી પ્રીસ્ક્રિપ્શન દવાઓ એક્સપાયરી ડેટ પછી લેવાથી માનવશરીર માટે ઝેરી અને નુકસાનકારક બની શકે છે. દવા કેટલો સમય સલામત અને અસરકારક રહેશે તે નક્કી કરવા સ્ટેબિલિટી ટેસ્ટિંગ ડેટા તૈયાર કરવામાં આવે છે. આમ છતાં, શરદી અને ફ્લુ, આંખ અને કાન માટેના ટીપાં, નેસલ સ્પ્રે અને સહિત પીવાની પ્રવાહી દવાઓ મુદત વીત્યે જોખમી ગણાય કારણકે તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છે. આજ રીતે તત્વ ધરાવતી દવાઓ પણ સલામત ગણાતી નથી. ખરાબ આરોગ્ય ધરાવનારા, બાળકો અને વયોવૃદ્ધોએ તો એક્સપાયરી ડેટ પછી આવી દવાઓ લેવી જ ન જોઈએ. દવાઓ યોગ્ય સ્થળે રખાયેલી હોવી જોઈએ. દવાની દુકાનોમાં પણ સૂર્યપ્રકાશ કે તડકો આવતો હોય કે ઘરમાં ભેજવાળું વાતાવરણ હોય તેવાં બાથરૂમમાં રાખેલી દવાઓ પણ અસરકારક રહેતી નથી. દવાઓ જરૂર પૂરતી જ લેવી અને એક્સપાયરી ડેટ પછી તેનો નિકાલ કરી નાખવો હિતાવહ છે.
•••
ઈન્સ્યુલિનને રૂમ ટેમ્પરેચરમાં પણ રાખી શકાય
ડાયાબિટીક્સ માટે ઈન્સ્યુલિન વિશેષ મહત્ત્વ ધરાવે છે અને ઈન્સ્યુલિનની ક્ષમતા જાળવી રાખવા માટે તેની રીફિલ કે ઈન્જેક્શનને રેફ્રિજરેટરમાં રાખી મૂકવાની સલાહ પણ અપાય છે. જોકે, નવું સંશોધન એમ જણાવે છે કે ઈન્સ્યુલિનને ક્ષમતા ગુમાવ્યા વિના મહિનાઓ સુધી રૂમ ટેમ્પરેચરમાં પણ રાખી શકાય છે.
સારા પરિણામો માટે, ગાઈડલાઈન્સ કહે છે તેમ ઈન્સ્યુલિનને સીધા પ્રકાશથી દૂર રાખવું જોઈએ અને તેને અતિશય ઠંડુ (ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે) કે અતિશય ગરમ (250Cઅથવા 770Fથી વધુ) પણ થવા દેવું ન જોઈએ. ઈન્સ્યુલિનને રૂમ ટેમ્પરેચરમાં જાળવી રાખવા છતાં તેની ક્ષમતા કે પોટેન્સી ગુમાવાતી નથી તેનાથી ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સને વિશે, ફાયદો થશે કારણકે તેઓ તેમના ઈન્સ્યુલિનને વિશ્વસનીય રીતે રેફ્રિજરેટ કરી શકતા નથી. કોકરેન કોલાબરેશન (Cochrane Collaboration) દ્વારા વિવિધ તાપમાનની ઈન્સ્યુલિન પરની અસરો ચકાસવામાં આવી હતી જેના તારણો અનુસાર ચોક્કસ પ્રકારના હ્યુમન ઈન્સ્યુલિનને 250Cઅથવા 770F તાપમાન સુધી 6 મહિના સુધી રૂમ ટેમ્પરેચરમાં જાળવી રાખી શકાય છે અને તેની પોટેન્સીને ખાસ નુકસાન થતું નથી.