ન્યૂ યોર્ક: ગત એક દાયકામાં માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસ અને પીટર થિએલ જેવા બિલિયોનેર્સે એન્ટિએજિંગ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ અને એન્ટિએજિંગ પર થઇ રહેલા અભ્યાસમાં મોટા પાયે ખર્ચ કર્યો છે. જ્યારે બીજી તરફ ટેસ્લા તેમજ સ્પેસએક્સના સીઇઓ એલન મસ્ક તેના સખત વિરોધી છે. મસ્કનું માનવું છે કે તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માંગે છે કારણ કે પોતાને મૃત્યુનો ડર નથી.
મોતને મસ્ક એક રાહતના રૂપમાં જુએ છે. સપ્ટેમ્બર 2021માં MITના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બેઝોસે એન્ટિ-એજિંગ સ્ટાર્ટ-અપ અલ્ટોસ લેબ્સમાં ગોપનીય રીતે રોકાણ કર્યું, જેને સત્તાવાર રીતે આ વર્ષના પ્રારંભમાં લોન્ચ કરાયું હતું. આ બધાં મૂડીરોકાણો છતાં મસ્કની આ વિચારસરણી સિલિકોન વેલીના અબજોપતિઓમાં વિરોધાભાસ પેદા કરે છે.
પીટર થિએલ સિલિકોન વેલીના એન્ટિ-એજિંગના સૌથી પ્રસિદ્વ સમર્થકોમાંથી એક છે. થિએલએ એમ્બ્રોસિયા નામના એક સ્ટાર્ટ-અપને ફંડ આપ્યું, આ કંપની 1950ના દાયકામાં થયેલી પ્રેક્ટિસ પેરાબાયોસિસ કરવા પર ભાર આપે છે. જેમાં ઉંદરો પર પ્રયોગ કરાય છે. 2019માં, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને પેરાબાયોસિસ વિરુદ્વ ચેતવણી જારી કરી હતી, જેને કારણે એમ્બ્રોસિયા સ્ટાર્ટઅપ નિષ્ફળ રહ્યું હતું.
ઝુકરબર્ગ અને તેની પત્ની પ્રિસિલા ચાન, ધ બ્રેકથ્રૂ પ્રાઇઝના સહ-સંસ્થાપક છે. એલોન મસ્કનું માનવું છે કે લોકોએ દીર્ઘાયુ જીવન માટે પ્રયાસો ના કરવા જોઇએ. ઓરેકલના સહ-સંસ્થાપક લેરી એલિસને પણ એન્ટિ-એજિંગમાં થઇ રહેલી શોધ માટે 2,815 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ દરેક રોકાણો તેમજ શોધથી વિરુદ્વ એલોન મસ્કને લાગે છે કે લોકોએ લાંબા સમય સુધી જીવવાનો પ્રયાસ ના કરવો જોઇએ કારણ કે જો લોકો મૃત્યુ જ નહીં પામે તો આપણે જૂની વિચારસરણીમાં જ ફસાયેલા રહેશું અને પ્રગતિ પણ રુંધાઇ જશે.