ઓક્સિમીટર અશ્વેત દર્દીઓનું ઓક્સિજન લેવલ ખોટું દર્શાવે છે, ત્વચાના ઘેરા રંગના કારણે સેન્સર રીડિંગમાં તફાવત

Sunday 20th November 2022 04:02 EST
 
 

વોશિંગ્ટનઃ કોરોનાકાળમાં ઓક્સિમીટરનો વપરાશ બહુ જ વધ્યો છે. જોકે હવે ઓક્સિમીટરમાં મોટી ખામી સામે આવી છે. દર્દીઓમાં ઓક્સિજનનું સ્તર માપવાનું આ સાધન અશ્વેત ત્વચાવાળા દર્દીઓમાં સચોટ સ્તર નથી દર્શાવતું. શોધમાં ખુલાસો થયો છે કે ઓક્સિમીટર શ્વેત ત્વચાના આધાર પર બનાવવામાં આવ્યું છે. તેનું લાઇટ સેન્સર ત્વચાની નીચે વહી રહેલા રક્તના રંગ અનુસાર ઓક્સિજનના સ્તરને માપે છે. મતલબ કે રેડ બ્લડ સેલ (આરબીસી)નો રંગ જેટલો ઘેરો એટલું જ વધારે ડિઝોલ્વડ ઓક્સિજનનું રીડિંગ આવે છે. અશ્વેત, એશિયન અને હિસ્પેનિકની ત્વચાનો રંગ ઘેરો હોવાના કારણે ઓક્સિમીટર આ લોકોની ત્વચાના રંગને પણ ઉચ્ચ ઓક્સિજનવાળા આરબીસી માનીને રક્તમાં ઉચ્ચ સ્તરનો ઓક્સિજન હોવાનું ખોટું રીડિંગ આપે છે.
બોસ્ટન હોસ્પિટલના આઇસીયુમાં દાખલ 3069 દર્દીઓ પર હાથ ધરવામાં આવેલા સ્ટડીમાં સામે આવ્યું કે અશ્વેત દર્દીઓને ઓક્સિમીટરના ખોટા રીડિંગના કારણે ઓછો ઓક્સિજન સપોર્ટ આપવામાં આવ્યો હતો. તેના કારણે કેટલાક દર્દીઓની તબિયત બગડી પણ થઈ. સ્ટડીના પ્રમુખ અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટના ડો. લિયો એન્થની સેલીએ કહ્યું કે અમને પલ્સ ઓક્સિમીટર દર્દીઓ વિશે ખોટા રીડિંગ આપે છે. તેમણે કહ્યું કે આ સ્ટડીમાં અમને જાણવા મળ્યું કે અશ્વેત દર્દીઓને જરૂરિયાતથી ઓછા ઓક્સિજનની ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરો અને દર્દીઓ માટે હવે એ જરૂરી થઈ ગયું છે કે ઓક્સિ પલ્સમીટરની આ ખામીને દૂર કરવામાં આવે.
ખોટું હોવાનો મુદ્દો છેલ્લા ઘણા લાંબા સમયથી ડોક્ટર ઉઠાવી રહ્યા છે. કોરોનાકાળમાં આ વાત વધુ સ્પષ્ટ રીતે જાણવા મળ્યા બાદ ડોક્ટરોનું કહેવું છે કે કલર ન્યૂટ્રલ ઓક્સિમીટર બનાવવા જોઈએ, જેથી દર્દીઓને ઓક્સિજન સપોર્ટ યોગ્ય રીતે આપી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter