સેન ડિયાગો: ઉંમર વધવાની સાથે સારા માનસિક સ્વાસ્થ્ય માટે શરીર અને મગજને સ્વસ્થ રાખના એ પુરવાર થયેલો અકસીર નુસખો છે. જો એક સપ્તાહમાં 15 મિનિટ સુધી ફાસ્ટ વોક, સાઇક્લિંગ જેવી શારીરિક કસરતો કરવામાં આવે તો માણસના મગજની પ્રોસેસિંગ સ્પીડને જાળવી રાખવામાં મદદ મળે છે. તેનાથી પુરુષો કરતાં મહિલાને વધુ ફાયદો થાય છે. મગજની કાર્યક્ષમતા વધવાથી વ્યક્તિ પ્લાનિંગ ઉપરાંત સમસ્યાનું પણ ઝડપી નિરાકરણ લાવી શકે છે. કોઇ પણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે સરળતાપૂર્વક વાતચીત કરવાની ક્ષમતા પણ જળવાઇ રહે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની સ્કૂલ ઓફ મેડિસિનના એક અભ્યાસમાં આ ખુલાસો થયો છે. આ અભ્યાસ અમેરિકન એકેડમી ઓફ ન્યૂરોલોજીના જર્નલમાં પ્રકાશિત થયો છે. ફેસર જ્યુડીએ અભ્યાસમાં જાણ્યું કે આમાં પણ પુરુષોની સરખામણીએ મહિલાને વધુ લાભ થાય છે. તેઓ કહે છે કે શારીરિક પ્રવૃત્તિ કરનારી મહિલા પુરુષોના મુકાબલે ઝડપી રીતે વિચારવા સક્ષમ હોય છે. અભ્યાસમાં 76 વર્ષની સરેરાશ ઉંમરના 758 લોકોને સામેલ કરાયા હતા.