સામાન્યપણે આપણે જ્યારે ભૂખ લાગે છે ત્યારે આપણે ફ્રીજ ખોલીને સામે જે હાથમાં આવ્યું તે આરોગી લઈએ છીએ. તે વખતે આપણે વિચારતા નથી કે શું આરોગવાથી લાભ થશે અને શું આરોગવાથી નુકસાન થશે. આયુર્વેદ કેટલીક વસ્તુ ભૂખ્યા પેટે ના આરોગવા સલાહ આપે છે. આવી ચીજવસ્તુ ભૂખ્યા પેટે આરોગવાથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે. તો ચાલો જાણી લઇએ કે ભૂખ્યા કે ખાલી પેટે શું ના આરાગોવું જોઈએ. જો તમે ખાલી પેટ ખૂબ મસાલાવાળો ખોરાક લેશો તો પેટમાં એસિડિટી થઈ શકે છે. પેટમાં પાચન સમસ્યા પણ સર્જાઈ શકે છે. તમે ખાલી પેટે દહીં આરોગશો પેટમાં હાઈડ્રોક્લોરાઈ એસિડ બની શકે છે અને તેને કારણે દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા પણ નાશ પામશે. આમ તો દહીંમાં આરોગ્ય માટે ઘણા બધા સારા ગુણો સમાયેલા છે, પરંતુ જો દહીં ભૂખ્યા પેટે આરોગવામાં આવે તો પાચન સમસ્યા પણ સર્જાઈ શકે છે. ગરમીની મોસમમાં ખાલી પેટે જામફળ આરોગશો તો લાભ થશે, પરંતુ જો શિયાળામાં જામફળ ભૂખ્યા પેટે આરોગશો તો પેટ દુખી શકે છે. તમારી પાચનક્ષમતા પણ પ્રભાવિત થઈ શકે છે. તમે શિયાળામાં ભૂખ્યા પેટે સવારે ટમેટું આરોગો તો લાભકારી થઈ શકે પરંતુ ગરમીમાં ખાલી પેટે ટમેટું આરોગશો તો પેટમાં દુઃખાવો અને બળતરા જેવી ફરિયાદ થઈ શકે છે. ચા અને કોફી તો ખાલી પેટ કદી ના પીવા જોઈએ. જો ચા-કોફીની આદત હોય તો બિસ્કિટ કે બ્રેડ સાથે તમે તે પી શકો છો. ખાલી પેટ ચા-કોફી પીવાથી ગેસ-એસિડીટીની ફરિયાદ થઈ
શકે છે.