પેરિસ: મોતિયાબિંદની સર્જરી ભલે વ્યકિતની દ્દષ્ટિને સામાન્ય કરવા માટે થતી હોય, પરંતુ તેના બીજા પણ કેટલાક લાભ હોવાનું તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે. આ સર્જરી બાદ વૃદ્વ લોકોની દૃષ્ટિમાં મહત્વપૂર્ણ સુધારો તો જોવા મળે જ છે, પણ આ સર્જરીથી અલ્ઝાઇમર રોગ અને ભૂલવાની બીમારીનું જોખમ પણ ઘટી જાય છે.
જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશન (‘જામા’)માં પ્રકાશિત અભ્યાસમાં આ દાવો કરાયો છે. દાયકા સુધી ચાલેલા આ અભ્યાસમાં રિસર્ચરોએ ૬૫ વર્ષની વધુ વયવાળાં ૩૦૩૮ પુરુષ અને મહિલાઓને સામેલ કર્યા હતા. તેમાંથી ૧૩૮૨ની કેટરેક્ટ એટલે કે મોતિયાબિંદની સર્જરી થઇ હતી, જ્યારે બાકીનાની નહીં.
રિસર્ચરોને અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સર્જરી કરાવનારા વૃદ્વોમાં ડિમેન્શિયા અને ભૂલવા સંબંધિત અન્ય બીમારીઓનું ૨૯ ટકા સુધી જોખમ ઓછું હતું. રિસર્ચરોએ ગ્લૂકોમાં સર્જરીના આધારે પણ વિશ્લેષણ કર્યું પણ તેની કોઇ ખાસ અસર ડિમેન્શિયા રોગ પર જોવા મળી નથી. સ્ટડીમાં સામેલ ઉમેદવારમાં અભ્યાસ, ધુમ્રપાનની ટેવ, હાઇ બીપી અને વધારે બીએમઆઇ જેવા પરિબળો પર પણ ધ્યાન અપાયું હતું. વોશિંગ્ટન યુનવર્સિટીમાં ઓપ્થેપ્લોમોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સેસેલિયા એસ.લી. કહે છે કે અમે પરિણામ જોઇને આશ્ચર્યચકિત હતા.
ડો. લી કહે છે કે જ્યારે અમે કેટરેક્ટ સર્જરીની તુલના ગ્લોકોમા સર્જરી સાથે કરીએ છીએ તો તે સ્પષ્ટ થઇ જાય છે કે કેટરેક્ટનો લાભ ફ્કત આંખોની સર્જરી સુધી મર્યાદિત નથી, તેના અન્ય પ્રભાવ પણ છે. આ સ્ટડી પૂર્વેના રિસર્ચના પરિણામોથી જે વાતને બળ મળે છે, તે અનુસાર વર્કઆઉટ, સામાજિક સંપર્ક, અભ્યાસ કે બૌદ્વિ ગતિવિધિઓની વિઝન અને હિયરિંગ લોસની સાથે બુદ્વિ સંબંધિત ઘટાડા માટે મહત્ત્વપૂર્ણ જોખમી કારણોને કેટેરેક્ટ સર્જરી ખતમ કરી શકે છે.
રિસર્ચરો માને છે કે વિઝ્યુઅલ લોસ એટલે કે દૃષ્ટિહાનિથી મગજમાં ઇનપુટમાં ઘડાટો થઇ શકે છે. તેનાથી મગજમાં સંકોચન થઇ શકે છે. ડિમેન્શિયા માટે આ એક મોટું રિસ્ક ફેક્ટર છે. ડો. લી કહે છે કે ગત રિસર્ચથી સ્પષ્ટ થઇ ગયું છે કે મોતિયાબિંદ સર્જરી બાદ દર્દીઓના મગજમાં ગ્રે મેટરનો વધારો જોવા મળ્યો. મતલબ કે સર્જરીના અમુક ફાયદા તો જરૂરી હોય છે.