કેન્સર લગ્ન કરતાં પણ સામાન્ય ઘટના

Wednesday 19th July 2017 07:00 EDT
 

લંડનઃ બ્રિટનમાં કેન્સરનું નિદાન થવું એ હવે લગ્ન કે પ્રથમ બાળકના જન્મ કરતા પણ વધુ સામાન્ય ઘટનાક્રમ બની ગયો છે. નવા અભ્યાસ અનુસાર બ્રિટનમાં દર વર્ષે નવા લગ્નોની સરખામણીએ કેન્સરના ૭૦૦૦૦થી વધુ નવા કેસો સામે આવે છે.

તાજેતરના આંકડા પ્રમાણે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં દર વર્ષે કેન્સરના લગભગ ૫૦,૦૦૦ર નવા કેસ જોવાં મળે છે જે પ્રથમ બાળકને જન્મ આપનારી મહિલાઓની સંખ્યાથી પણ વધુ છે. ચેરિટી સંસ્થા મેકમિલન કેન્સરના રિપોર્ટ પ્રમાણે બ્રિટનમાં દર વર્ષે કેન્સરના જેટલા નવા કેસનું નિદાન થાય છે લગભગ એટલી જ સંખ્યામાં સ્નાતકની ડિગ્રીઓ આપવામાં આવે છે. કેન્સર અનેક લોકોને તેમના જીવનમાં વયના અત્યંત મહત્ત્વના પડાવ પર પણ અસર કરે છે. ગત ૧૦ વર્ષ દરમિયાન ૬૫ વર્ષથી ઓછી વયના લોકોમાં ૧૨ લાખથી વધુને કેન્સરનું નિદાન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter