વોશિંગ્ટન-બૈજિંગ: કોરોના વાઇરસ અંગે ચીન અને અમેરિકા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. ચીન સરકારે આક્ષેપ કર્યો છે કે અમેરિકાના લીધે વુહાનમાં કોરોના વાઇરસ ફેલાયો છે. ચીનના એક ઉચચ અધિકારીએ કહ્યું હતું કે અમેરિકી સેનાએ વુહાનમાં ચેપ ફેલાવ્યો હતો. તેના પછી જ આ બીમારી સમગ્ર દુનિયામાં ફેલાઇ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને ટિ્વટ કરી હતી કે અમેરિકા પારદર્શક વલણ કેમ નથી અપનાવતું? એવું પણ બની શકે કે આ વાઇરસ અમેરિકી સેનાને લીધે વુહાન પહોંચ્યો હોય.
ઉલ્લેખનીય છે આ પૂર્વે અમેરિકાએ આરોપ મૂક્યો હતો કે ચીને પગલાં ભરવામાં મોડું કર્યુ તેના લીધે જ ચેપ બીજા દેશો સુધી ફેલાયો. આના જવાબમાં ઝાઓએ કહ્યું કે હવે અમેરિકા તેનો ડેટા જાહેર કરે. ફક્ત અમારાથી કેમ સ્પષ્ટતા માગે છે?