ન્યૂ યોર્કઃ કોરોનાની સારવારમાં મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન સૌથી સારી છે. વિશ્વના ૩૦ દેશના ૬૨૦૦ (૩૭ ટકા) ડોક્ટર આ સાથે સહમતી દર્શાવીને હાઇડ્રોક્સીક્લોરોક્વીનને કોરોના માટે સૌથી અસરકારક દવા ગણાવી છે. જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે કોરોના ફેલાતો રોકવાની કોઇ દવા નથી. યુરોપ, અમેરિકા અને ચીનના ડોક્ટર કોરોનાના દર્દીઓને આ દવા આપી શકે છે. તેની મંજૂરી અપાઇ ચૂકી છે. બ્રિટનમાં આ દવાની ક્લીનિક્લ ટ્રાયલ જારી છે.