કોરોનાનો ચેપ લાગશે કે નહીં? ૨૦ મિનિટમાં જાણો

Wednesday 29th April 2020 06:41 EDT
 
 

લંડનઃઓક્સફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ૨૦ મિનિટમાં રિઝલ્ટ આપતી એન્ટીબોડી ટેસ્ટ કિટ તૈયાર કરી લીધી છે. તેનાથી એ જાણી શકાશે કે કોઇ વ્યક્તિને કોરોનાનો ચેપ કેટલી હદે લાગી શકે છે? બ્રિટન સરકારે આવી પાંચ કરોડ કિટનો ઓર્ડર આપ્યો હોવાના અહેવાલ છે.
સૂત્રોનું કહેવું છે કે આ કિટનું ઉત્પાદન આ વર્ષે જૂનથી શરૂ થશે. દર અઠવાડિયે ૧૦ લાખ કિટ બનાવવાનું લક્ષ્ય છે. તે હિસાબે આવતા વર્ષ સુધીમાં ૫ કરોડ કિટ બની જશે. કિટ દ્વારા ટેસ્ટિંગનો ખર્ચ અંદાજે રૂ. ૯૪૫ આવશે. તેનાથી ઇમ્યૂનિટી ટેસ્ટ કરવાની રીત પણ બહુ સરળ છે.
આ માટે કિટ પર ચોક્કસ જગ્યાએ લોહીના ટીપાં નંખાશે. ૨૦ મિનિટ પછી તેમાં બે લાઇન દેખાય તો તેનો અર્થ એ કે જે-તે વ્યક્તિ ચેપથી બચવાની રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. એક લાઇનનો અર્થ એ હશે કે જે-તે વ્યક્તિને સંક્રમણની ઝપટમાં આવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter