કોવિડ-૧૯ની સાચી માહિતી મેળવો અને વેક્સિન અવશ્ય લો

મહેન્દ્ર જી. પટેલ, PhD FRPharmS FHEA Alumni Fellow NICE Wednesday 20th January 2021 07:15 EST
 
 

અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સમુદાયોએ કોવિડ-૧૯ની અપ્રમાણસર યાતના સહન કરી છે અને તેમનો મૃત્યુઆંક પણ ઘણો ઊંચો હોવા વિશે વ્યાપક અને નિયમિત જાણવા મળ્યું છે. થોડા સમયથી એમ પણ ચર્ચા ચાલી છે કે BAME કોમ્યુનિટીઝના લોકો કોવિડ -૧૯ વેક્સિન લે -મેળવે તેવી ઓછી શક્યતા છે. શું એમ લાગે છે કે કોવિડ -૧૯ બાબતે તેમની સલામતી અને સુરક્ષા સંદર્ભે અસરકારક અને યોગ્ય મેસેજિંગ અને સમજણના મુદ્દે BAME કોમ્યુનિટીઝના લોકો સંબંધે તાકીદ અને પ્રાયોરિટી ઘટતી ગઈ છે.
આપણી કોમ્યુનિટીઓમાં ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી વેક્સિન બાબતે ગેરમાહિતી, જૂઠાણાં કે દંતકથાઓનો જોરદાર મારો ચાલતો રહ્યો છે. કોવિડ-૧૯ વિશે તમારા અને મારા જેવા સંખ્યાબંધ લોકો આવી ગેરમાર્ગે દોરનારી અને પૂરાવા વિનાની માહિતી નિયમિત મળતી રહે છે. આ માહિતીનો પ્રસાર કરનારા પણ માહિતી ક્યાંથી આવી છે તેના વિશે જરા પણ વિચારતા નથી. આ બાબતો જાહેર આરોગ્યના વ્યાપક સંદર્ભમાં ભારે નુકસાનકારી બની રહે છે. ખરેખર તો એ વિચારવું આવશ્યક છે કે • માહિતી કેટલી વિશ્વસનીય છે? • શું તે સરકાર અથવા હેલ્થ ઓર્ગેનાઈઝેશન્સ કે સાયન્ટિફિક જર્નલ્સ જેવાં વિશ્વાસુ સ્રોતોમાંથી આવી છે? • શું તે યુકે સહિત વિશ્વના વિવિધ વિસ્તારોમાંથી લાકો વખત માત્ર સાંભળીને અને અર્થહીનપણે ફરતી રહી છે?
આપણે બધા હવે કોવિડ-૧૯ વિશે કોઈ આગાહી કરી શકતા નથી અને દેશભરમાં વાઈરસના નવા સ્ટ્રેન દ્વારા વધતા સંક્રમણદરથી તે દેખાઈ આવ્યું છે. આથી, કોવિડ૧૯ના વેક્સિન્સ (Pfizer-BioNTech, Oxford Astra Zeneca, અને Moderna) વિશે વધુ અને સાચી માહિતી મેળવવી આવશ્યક છે. હજારો લોકોમાં પરીક્ષણોના પગલે વિશ્વભરમાં આ વેક્સિન્સ ભારે અસરકારક પૂરવાર થયેલ છે. ઝડપથી પરિસ્થિતિ સામાન્ય બની જશે તેવી આશા અને વિશ્વાસ આ વેક્સિન્સ દ્વારા ઉભાં થયાં છે. વિશ્વમાં માપદંડો માટે જાણીતી નિયંત્રક સંસ્થાઓમાં એક Medicines and Healthcare Products Regulatory Agency (MHRA) દ્વારા તેને મંજૂરી અપાઈ છે. આ માન્ય વેક્સિન્સ • સલામત • ઉચ્ચ ગુણવત્તાસભર • અસરકારક છે. એ બાબત પણ ઉલ્લેખનીય છે કે વેક્સિન લીધા પછી આજ સુધી કોઈનું મોત થયું નથી કે હોસ્પિટલમાં જવું પડે તેવી વિપરીત અસર થઈ નથી. બહુમતી કેસીસમાં તે લોકોને વાઈરસ લાગવા સામે રક્ષણમાં મદદ કરે છે. જોકે, વધુ સલામતીની ચોકસાઈ માટે માસ્ક પહેરવા, સલામત અંતર જાળવવા તેમજ સાબુ અને પાણીથી નિયમિત હાથ ધોવા, ટેસ્ટિંગ કરાવવા અને જરુર લાગે ત્યારે આઈસોલેશનમાં જવાનાં પગલાં લેવા પણ મહત્ત્વના છે. જો વેક્સિન લગાવાયેલા લોકોને કદી ચેપ લાગે તો તેઓ અન્યોને સંક્રમિત નહિ કરે તેવા કોઈ જ સ્પષ્ટ પુરાવા મળ્યા નથી. એ સમજવું પણ આવશ્યક છે કે વેક્સિન્સમાં જીવતા વાઈરસ હોતા નથી. આનો અર્થ છે કે વેક્સિન લેવાથી કોઈને કોવિડ૧૯નો ચેપ લાગતો નથી.
NHS COVID19 ટેસ્ટિંગ એક માત્ર ફોન કોલ અથવા ઓનલાઈન પણ કરાવી શકાય છે. આ સેવા ઈંગ્લિશ ભાષા જાણતા ન હોય તેમને પણ વિવિધ ભાષાઓમાં તેમજ વ્યક્તિગત ટેસ્ટિંગ ક્યાં કરાવવું તેમાં સરળ પડે તેવા વિકલ્પો પણ આપે છે. ઘપર નજીકના ટેસિટંગ સેન્ટર અથવા ઘરમાં જ ટેસ્ટિંગ કરાવવાની વ્યવસ્તા મેળવી શકાય છે. ટેસ્ટિંગના પરિણામ ગણતરીના દિવસોમાં તમારા ફોન અથવા ઈમેઈલ પર મેળવી શકાય છે.
જો તમને ભારે તાવ, નવી અથવા સતત ખાંસી અને સ્વાદ કે સુગંધના અભાવમાંથી એક પણ લક્ષણ જણાય તો ટેસ્ટિંગ કરાવતા જરા પણ ખચકાશો નહિ. યુકેના ઈતિહાસમાં સૌથી મોટા વેક્સિનેશન અભિયાનનો આરંભ થઈ ગયો છે અને ટુંક સમયમાં ઘણી કોમ્યુનિટી ફાર્મસીઝ દ્વારા પણ તે અપાશે અને તમારો રસી લેવાનો વારો આવી જશે!
રસી લેવાનો જરા પણ ઈનકાર કરશો નહિ!
રસી લેવાનો કોલ આવે ત્યારે આગળ આવી વેક્સિન લેવા અને કોવિડ૧૯ના લક્ષણો ગમે ત્યારે જણાય તો પરીક્ષણ કરાવવા હું તમામને મજબૂતપણે સલાહ આપું છું. આ તમારા પોતાના, તમારા સ્નેહીજનોના અને તમારી આસપાસના અને તેમની આસપાસના લોકોના રક્ષણ માટે છે.
(લેખક યુનિવર્સિટી ઓફ બ્રેડફોર્ડના માનદ વિઝિટિંગ પ્રોફેસર છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter