નવી દિલ્હીઃ ઈન્ડિયન હાર્ટ એસોસિયેશન (આઇએચએ)ના મતે હાર્ટ એટેકથી પીડિત દર ચારમાંથી એક પુરુષ 40 વર્ષની વયનો છે. એટલું જ નહીં, 2000થી 2016ની વચ્ચે 20થી 30 વર્ષની વયના વ્યક્તિમાં હાર્ટ એટેકના કેસ વાર્ષિક બે ટકાના દરે વધ્યા છે. યુરોપિયન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીના અનુસાર 20થી 30 વર્ષની ઉંમરની વ્યક્તિ જો ખરાબ માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે તો તેને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની શંકા ત્રણ ગણી વધી જાય છે. સંશોધનના તારણ અનુસાર રિસર્ચ મુજબ 20થી 39 વર્ષના દર આઠમાંથી કોઈ એક વ્યક્તિ માનસિક સમસ્યાથી ચિંતિત છે.
યુવાનોમાં હાર્ટ એટેકનાં કારણ કયાં?
ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીના મનોવિજ્ઞાની અને રિસર્ચર ડો. રિયાન સુલ્તાનના અનુસાર તેના માટે બાયોલોજિકલ ફેક્ટર્સ પણ જવાબદાર છે. ક્રોનિક સ્ટ્રેસને કારણે ઈન્સ્ટામેશન અને હોર્મોનલ અસંતુલન બને છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.
સાઉથ કોરિયાની સિયોલ નેશનલ યુનિવર્સિટી કોલેજ ઓફ મેડિસિનમાં પ્રોફેસર ઈયુ કેન ચોઈએ કોરિયન નેશનલ હેલ્થ ઈન્શોયરન્સ હેલ્થ સર્વિસના ડેટાનો ઉપયોગ કર્યો છે. જેમાં 20થી 39 વર્ષના યુવાનોમાં મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર અને હાર્ટ એટેક તથા સ્ટ્રોક વચ્ચેના આંતરિક સંબંધમાં જોવા મળ્યું છે કે, સાત વર્ષના અભ્યાસમાં જોવા મળ્યું હતું કે લગભગ 58 ટકા યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ હોવાના અને 42 ટકામાં સ્ટ્રોકનો ખતરો હોવાના લક્ષણો જણાયા હતા.