ગરમ પાણી પીઓ, ધાણા-જીરું, કોથમીરનો ઉપયોગ વધારો, રાત્રે હળદરવાળું દૂધ પીઓ

Wednesday 08th April 2020 06:16 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારના આયુષ મંત્રાલયે કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વસ્થ રહેવા માટે કેટલાક દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. આમાં ખાસ તો શ્વાસ સંબંધિત કેટલાક ઉપાયો જણાવાયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અનુરોધ કર્યો છે કે આયુષ મંત્રાલયે લોકોને બહેતર આરોગ્ય અને રોગપ્રતિકારશક્તિ વધારવા માટે કેટલાક દિશા-નિર્દેશ આપ્યા છે. આ એવા ઉપાય છે જે આસાનીથી કરી શકાય છે. આ ઉપાયથી કોરોના સામે લડી શકાય છે.
આયુર્વેદ સંબંધિત કેટલીક સલાહો આપતાં મંત્રાલયે જણાવ્યું છે કે તમને શરદી - ઉધરસના લક્ષણ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. આ સિવાય મંત્રાલયે કરેલા સુચનો...
• દિવસભર નવશેકું ગરમ પાણી પીઓ.
• ઘરમાં જ રહો, બહાર ના નીકળો,
• દરરોજ યોગાસન કરો, પ્રાણાયામ અને ધ્યાન લગાવવું ઘણું લાભકારક બની શકે છે. • ભોજનમાં હળદર, જીરું, ધાણા પાવડર અને લસણનો ઉપયોગ અવશ્ય કરો.
• રોજ સવારે ૧૦ ગ્રામ ચ્યવનપ્રાશનું સેવન કરો. ડાયાબિટીસવાળા લોકોએ સુગર ફ્રી ચ્યવનપ્રાશ લે.
• તુલસી, લવિંગ, સૂંઠ નાખીને બનાવેલી હર્બલ ચા દિવસમાં બે વાર પીઓ. આ ચામાં ખાંડ અને લીંબુ પણ નાખી શકો છો.
• ગરમ દુધમાં હળદર નાખીને દિવસમાં બે વાર પીઓ.
• નાકમાં સવાર-સાંજ તલનું તેલ, નારિયેળ તેલ અથવા ઘી લગાવો.
• મોઢામાં એક ચમચી તલનું તેલ કે નારિયેળ તેલ ભરો. તેને ૨થી ૩ મિનિટ સુધી અંદર રાખો. આ પછી થૂંકી નાંખો અને ગરમ પાણીથી કોગળા કરી લો. આવું દિવસમાં ઓછામાં ઓછું બે વખત કરો.
• ગરમ પાણીમાં ફુદીના કે અજમો નાખીને સ્ટીમ થેરેપી લો. આવું દિવસમાં એક વખત કરો.
• મધમાં લવિંગનો પાઉડર નાખીને દિવસમાં ૨થી ૩ વખત સેવન કરો. તેનાથી ઉધરસમાં આરામ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter