ઝાયડ્સ કેડિલાએ લિવર બીમારીની સારવાર માટે વિશ્વની પ્રથમ દવા વિકસાવી

Thursday 19th March 2020 05:28 EDT
 
 

નવી દિલ્હી: ગુજરાતની ટોચની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ નોન કિરોટિક NASHની વિશ્વની પ્રથમ દવા વિકસાવાઇ છે. તબીબી ભાષામાં નોન કિરોટિક નોન આલ્કોહોલિક સ્ટેઈટો હિપેટાઈટિસ (NASH) નામે ઓળખાતી લિવર સંબંધિત બીમારીની સારવારમાં આ દવા વિશ્વભરના દર્દીઓ માટે લાભકારક બની રહેશે.
કંપનીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ) તરફથી ખાસ કરીને લિવર સંબંધી રોગોની સારવાર માટે વપરાશમાં લેવાતા નવા સારોગ્લિટાઇઝર ડ્રગ એપ્લિકશનને મંજૂરી મળી છે. નવા સારોગ્લિટાઇઝર ડ્રગનો ઉપયોગ સામાન્ય એનએએસએચ (નોન-કિરહોટિક નોન-આલ્કોહોલિક સ્ટેટોહિપેટાઇટસ) તરીકે ઓળખાતી લિવરની વ્યાધિ માટે થતો હોય છે.
ઝાયડસ જૂથના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું હતું કે, એનએએસએચ રોગથી પીડિત દર્દીઓ માટે એક નવા ડ્રગની આંતરરાષ્ટ્રીય આરોગ્ય ક્ષેત્રે જરૂર હતી, અને તે વિકસાવવા માટેના અમારા પ્રયાસોને સફળતા મળી છે. ભારતમાં એનએએસએચથી પીડાઇ રહેલા લાખો દર્દીઓને સારોગ્લિટાઇઝર ડ્રગથી લાભ મળશે તેવી આશા છે. કંપનીએ સપ્ટેમ્બર ૨૦૧૩માં માત્ર સ્ટેટિનથી નિયંત્રણમાં ના આવી શકતા ટાઇપ-ટુ ડાયાબિટીસ સાથેના ડાયાબિટીસ ડિસ્પીમેનિયા, હાયપરટ્રી ગ્લીસેરિમેડિઆના દર્દીઓ માટે ભારતમાં સારોગ્લિટાઇઝર લોન્ચ કર્યું હતું.
કેડિલા કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીમાં કંપનીને ટાઇપ-ટુ ડાયાબિટીસ મિલેટસની સારવાર માટેના સારોગ્લિટાઇઝરની મંજૂરી મળી હતી. વીતેલા સાત વર્ષમાં આ ઔષધનો લાખો દર્દી લાભ લઇ ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter