લંડનઃ હવામાં પ્રદૂષણના સ્પાઇક્સનું સ્તર જ્યારે વધે છે ત્યારે ઇમર્જન્સી હાર્ટ એટેકેની સારવાર લેનારાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યાનું તારણ પોલેન્ડના તબીબોએ રજૂ કર્યું છે. પોલેન્ડના કાકવોની હોસ્પિટલમાં લગભગ ૧૬ હજાર દર્દીઓ પર હાથ ધરાયેલી સર્જરીમાં તબીબી સંશોધકોને એક વાત સમાન જણાઇ હતી. આ તમામ દર્દીઓેએ હૃદયમાં તીવ્ર દુખાવાની ફરિયાદ સાથે ઈમર્જન્સીમાં આવ્યા હતા અને એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. આ સર્જરી સંકુચિત ધમનીઓને પહોળી કરીને રક્તપ્રવાહને હૃદય સુધી પહોંચવાનું સરળ બનાવે છે. પ્રદૂષણ શિયાળા દરમિયાન વધુ ઝડપથી ફેલાતું હોવાથી એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન ઠંડીના દિવસોમાં વધારે નોંધાય છે. ઝેરી હવાથી એન્જિયોપ્લાસ્ટીની સર્જરી રેશિયો ઝડપથી વધી રહ્યો છે. સંશોધકોના મતે પ્રદૂષણના કણો ધીમે ધીમે શરીરમાં, ફેફસામાં એકત્ર થઇને ધમનીઓમાં અવરોધ ઊભો કરે છે. આથી દર્દીને હાર્ટ એટેક આવવાની શકયતા વધી જાય છે. એન્જિયોપ્લાસ્ટીની સર્જરી ધમનીઓને સાફ કરી રક્તપ્રવાહને પૂર્વવત કરી નાખે છે. સંશોધકોના મતે શિયાળો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતો સમય છે. સંશોધકોના મતે પોલેન્ડમાં એન્જિયોપ્લાસ્ટી સર્જરી હવે સામાન્ય બાબત બનતી જાય છે. અહીં બે તૃતિયાંશ લોકોના ફેફસાંમાં ઝેરી હવાના કણ મળી આવ્યા છે.