નવી દિલ્હી: વિજ્ઞાનીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે, ટાલ વાળા લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગવાનું જોખમ વધુ છે અને તેમનું મોત પણ કોરોનાથી થવાની શક્યતા ઊંચી છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે વાળ ખરી પડે તેની પાછળ એન્ડ્રોજન હોર્મોન જવાબદાર છે. કોરોના વાઇરસના કેટલાય ખરાબ કિસ્સાઓમાં આ હોર્મોનના સંબંધ જોવા મળ્યો છે.
મીડિયા હેવાલ મુજબ અમેરિકાના બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર અને રિસર્ચ પેપરના મુખ્ય લેખક કાર્લોસ વેમ્બિયરે જણાવ્યું હતું કે અમે વાસ્તવમાં એવું સમજીએ છીએ કે ટાલ હોવીએ કોરોનાના ગંભીર જોખમમાં સંકેત આપે છે. તેમણે સ્પેનમાં આ મામલે એ અભ્યાસ કર્યો હતો. એ બંનેમાં તારણ જણાયું છે કે હોસ્પિટલમાં ભરતી થતા કોરોના પીડિતોમાં ટાલિયા લોકોનો ગુણોત્તર વધુ છે.