લંડનઃ ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડસુગરનું પ્રમાણ ખૂબ ઘટી જાય ત્યારે તેમને સાવચેત કરવા માટે ડોગ્સને તાલીમ આપી શકાય તેમ મોટાપાયે હાથ ધરાયેલા ટ્રાયલમાં જણાયું હતું. કેટલાંક કિસ્સામાં વડા પ્રધાન થેરેસા મે ઉપયોગમાં લે છે તેવાં આધુનિક ગ્લુકોઝ મોનીટરીંગ સાધન કરતાં પ્રાણીઓએ વહેલાં ચેતવણી આપી હતી.
યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના સંશોધકોએ ખાસ તાલીમ પામેલા ડોગ જે ડાયાબિટીક વ્યક્તિ સાથે હોય અને તેમની બ્લડસુગર ખૂબ જોખમી રીતે ઘટી ગઈ હોય તેવા ૪,૦૦૦ કિસ્સાનું વિશ્લેષણ કર્યું હતું. વ્યક્તિને બેભાન કરી દે તથા જીવલેણ નીવડી શકે તેવી આ ઘટનાઓના ૮૩ ટકા કિસ્સામાં ડોગે તેમના માલિકોને ચેતવ્યા હતા.