હેલો કંચનબેન પેલી નર્સ તમારો કોન્ટેક્ટ નંબર માંગે છે તો તેને આપુ ?
હરીશભાઈએ બાહુ જ અનંદમાં વાત કરતા મને પુછ્યું. હું તો થોડી કન્ફ્યુઝ થઇ ગઇ! હરીશભાઇ એ તુરંત જજ કહ્યું કે 'એ તો મારૂ બ્લડ સુગર લેવલ ૭.૪થી ઘટીને ૪.૭ થઇ ગયું એટલે ડાયાબિટીસ સ્પેશ્યાલીસ્ટ નર્સ તેમની ડાયાબીટીશની દવા બંધ કરવાનું કહે છે. નર્સે કહ્યંું કે ૮૦૦ ડાયાબિટીશના દર્દીઅોમાંથી હું એક માત્ર દર્દી છું જેનો ડાયાબિટીસ વધવાના બદલે ઘટી રહ્યો છે.' નર્સે તો હરીશભાઇને આયુર્વેદિક સારવાર પણ પૂછી લીધી.
હા, તો મારા આ ૫૬ વર્ષના દર્દી હરીશભાઇનો આખો પરિવાર ડાયાબિટીસ – ટુની હિસ્ટ્રી ધરાવે છે. તેમનું વિગતવાર કન્સલ્ટેશન કર્યા બાદ મેં એક ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કર્યો. જેમાં ૨૧ દિવસ માટે પંચકર્મ સારવાર, સખત ડાયેટ, જીવનશૈલીમાં પરિવર્તન અને તેમના બંધારણ મુજબ આમળા, ત્રિફળા, અર્જુન, જિમ્નેમા, ગુડુચી, ત્રકટુ વગેરેનું ખૂબ જ અસરકારક હર્બલ મિશ્રણ આપવાનું શરૂ કર્યું.
૬ અઠવાડિયા પછી અમને પોઝીટીવ રીઝલ્ટ જોવા મળ્યું અને હવે માત્ર ઉપર સૂચવેલી દવા લઇને તેઅો બ્લડ સુગર લેવલને જાળવી રાખે છે.
ખૂબજ મહત્વની વાત એ છે કે 'ડાયાબિટીસ ટાઈપ ટુ'ને રિવર્સ (ઘટાડી) કરી શકાય છે. જો ઝડપથી પગલા લેવામાં આવે અને આયુર્વેદિક સલાહકારના માર્ગદર્શનને અનુસરવામાં આવે તો સુગર લેવલને જાળવી શકાય છે.
ડાયાબિટીસને આયુર્વેદિક સારવાર દ્વારા કઇ રીતે કાબુમાં લાવી શકાય તે માટે કન્સલ્ટેશન અને વધુ માહિતી માટે ડૉ. કંચન શર્માનો સંપર્ક કરો.