લંડનઃ ગેરકાયદેસર દવાઓ ઓનલાઈન ખરીદવાની બાબતે સલામતી રાખવાની હેલ્થ એક્સપર્ટની ચેતવણી છતાં બોડી ઈમેજ જાળવી રાખવાના દબાણને લીધે ડાયટ પીલ લેવાથી મૃત્યુ પામતા પુરુષોની સંખ્યામાં વધારો નોંધાયો હતો.
DNP તરીકે ઓળખાતું વિવાદાસ્પદ કેમીકલ ડિનીટ્રોફિનોલ લેવાથી આ વર્ષના શરૂઆતના છ મહિનામાં પાંચ પુરુષનું મૃત્યુ થયું હતું. જ્યારે ૨૦૦૭માં માત્ર ત્રણ લોકોનું મૃત્યુ થયું હોવાનું પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડામાં જણાવાયું હતું.
ટેક્નીકલ રીતે DNP કોઈ ડ્રગ નથી અને તે માત્ર કેમીકલ હોવાનું જણાવીને ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સીએ ઉમેર્યું હતું કે માણસ દ્વારા તેના ઉપયોગને મંજૂરી અપાઈ નથી અને દવા તરીકે તેનું વેચાણ ગેરકાયદેસર છે. તેનો સહેજ પણ વધારે પડતો ડોઝ હૃદય સહિત શરીરના મહત્ત્વના અંગોના કોષોનો નાશ કરી શકે છે.