લંડનઃ જો બ્લડ સેમ્પલ આપતી વેળા તમારી નસ શોધવામાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તેનું કારણ સ્ટ્રેસ કે પછી શરીરમાં પાણીની ઉણપ પણ હોઈ શકે છે. ઈંગ્લેન્ડના ધ વ્હાઈટલી ક્લિનિકના કન્સલ્ટન્ટ વેઇન્સ સર્જન ડો. વ્હાઈટલીના કહેવા અનુસાર બ્લડ સેમ્પલ માટે દર્દીની નસ ન મળવાના અનેક કારણ હોઈ શકે છે. જેમ કે નસ એકદમ પાતળી હોવી, વ્યક્તિ વધુ પડતા તણાવમાં હોય કે શરીરમાં પાણીની ઉણપ હોવી પણ એક કારણ છે. હકીકતમાં તણાવ કે એંગ્ઝાયટીની સ્થિતિમાં શરીરની નસો સંકોચાઈને શરીરને તેના કારણો સામે લડવા માટે તૈયાર કરે છે. અનેક વાર એવું જોવા મળે છે કે વ્યક્તિ હદ કરતા વધુ નર્વસ હોવાને કારણે તેનો ચહેરો પણ પીળો પડી જતો હોય છે. આવું નસો સંકોચાવાને કારણે જ થાય છે. આ જ રીતે પાણીની ઉણપ કે ડિહાઈડ્રેશનને કારણે નસોમાં પ્રવાહિત લોહીનું પ્રમાણ ઘટવાથી પણ તેમનો આકાર સંકોચાવા લાગે છે. જો શરીરનું તાપમાન હદ કરતા વધુ હોય તો પણ નસો ફેલાઈ જાય છે જેથી તે શરીરના તાપમાનને ઘટાડી શકે. આ જ રીતે જ્યારે તાપમાન હદ કરતાં ઓછું હોય ત્યારે કેટલાક હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે, જે નસોને સંકોચે છે કે જેથી ઊર્જાને સંરક્ષિત કરી શકાય