ચહેરાને સારો રાખવા માટે લોકો અલગ અલગ પ્રકારની કોશિશ કરતાં રહેતા હોય છે. ચહેરા સાથે સંકળાયેલી એવી ઘણી બાબતો છે જે આપણી તંદુરસ્તી અંગે ચાડી ખાય છે. જેમ કે, આપણે ખુશ હોઈએ છીએ ત્યારે ચહેરો ગ્લો કરવા લાગે છે તેવી જ રીતે થાકેલા કે બીમારી હોઈએ ત્યારે ચહેરાની રોનક ગાયબ થઈ જાય છે. પીળો ચહેરો અને આંખો એ કમળાનું એક ખાસ લક્ષણ છે. આ સિવાય શરીરમાં બહુ બધા નકામા પદાર્થોના જમા થવા અને લાલ રક્તકોશિકાઓના તૂટવાના કારણે ચહેરા અને આંખો પીળી દેખાય છે.
જો તમારી પાંપણ કે નેણમાંથી વાળ સતત ખરી રહ્યા છે તો એલોપેશિયા એરિટાનો સંકેત હોઈ શકે છે. આ ત્યારે થાય છે જ્યારે ઈમ્યૂન સિસ્ટમ હેર ફોલિક્લ એટલે કે ચામડીની અંદરના ભાગને નિશાન બનાવે છે. સામાન્ય રીતે આંખોની નીચેની તરફ રહેલા લિક્વિડના કારણે આંખો સોજેલી દેખાય છે. આ સિવાય અપૂરતી ઉંઘ, વધુ માત્રામાં મીઠાનું સેવન, હોર્મોનલ ચેન્જ, ગરમ અને ભેજવાળું વાતાવરણ, વૃદ્ધાવસ્થા, એલર્જી, મેકઅપ કે પછી આંખોમાં સાબુ જવાના કારણે પણ આંખોમાં સોજો આવી જાય છે.
ચહેરા પર ઊગતા વાળ બધાને મુશ્કેલીમાં મૂકતા હોય છે. કેટલીક મહિલાઓની દાઢી પર વાળ ઊગે છે, જે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમનો સંકેત હોઈ શેક છે. સામાન્ય રીતે શિયાળામાં હોઠ ફાટવા કે સૂકાવા લાગે છે. આ સિવાય ડિહાઇડ્રેશન, એલર્જી કે પછી કોઈ દવાના રિએક્શનના કારણે પણ આવું થઈ શકે છે.