એક સંશોધનમાં એવું તારણ વ્યક્ત કરવામાં આવ્યું છે તમારી જાતને યુવાન માનવાથી મગજ ઉંમર વધવાની ગતિ મંદ પાડી શકે છે. પોતાની જાતને યુવાન માનનાર લોકો સારી સ્મરણશક્તિ ધરાવે છે. જેઓ પોતાની જાતને યુવાન માને છે તેમના મગજમાં ગ્રે મેટર વધે છે. ગ્રે મેટર સાંભળવામાં, લાગણી વ્યક્ત કરવામાં, નિર્ણયો લેવામાં અને સ્વનિયંત્રણમાં ભાગ ભજવે છે. આવા લોકો તીવ્ર સ્મરણશક્તિ પણ ધરાવે છે અને પોતાની જાતને તંદુરસ્ત માને છે.
વૃદ્ધાવસ્થાનો ભાસ
સાઉથ કોરિયાની રાજધાની સિઉલની નેશનલ યુનિવર્સિટીના સ્ટેડી ઓથરે કહ્યું કે અમને માલૂમ પડયું છે કે જે લોકો પોતાની જાતને યુવાન માને છે તેમનું મગજ યુવાન બની રહે છે. લોકોને ગ્રે મેટરના અભાવથી વૃદ્ધાવસ્થાનો ભાસ થાય છે. સંશોધકોએ ૫૯ અને ૮૪ વર્ષના ૬૮ તંદુરસ્ત લોકોના બ્રેઈન સ્કેનનું પૃથ્થકરણ કર્યું. સંશોધકોએ આ લોકોને એવો સવાલ પૂછયો કે તમારી સાચી ઉંમરની તુલનાએ તમને તમારી ઉંમર કેટલી લાગે છે, જવાબ મળ્યો કે ‘હું મારી સાચી વય કરતાં જવાન છું’ અથવા તો ‘હું મારી સાચી વય કરતાં ઘરડો છું.’
માનવ મગજ ફક્ત ૨૫ વર્ષની વયે વૃદ્ધ બને છે તેવું પણ એક સંશોધનમાં દર્શાવવામાં આવ્યું છે. મગજ અને કરોડરજ્જુમાં રહેતું સીએસએફ નામનું પ્રવાહી ૨૦ વર્ષના યુવાનો કરતાં વૃદ્ધોમાં ઝડપથી બદલાતું હોય છે.