હાઈ બ્લડપ્રેશર કે લો બ્લડપ્રેશર બંને સ્થિત તમારા સામાન્ય જીવનને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે, જોકે કેટલીક બાબતો એવી છે કે જેનાથી બ્લડપ્રેશરને સરળતાથી કાબૂમાં રાખી શકાય છે. એક રિસર્ચમાં આ અંગેના ખુલાસા કરવામાં આવ્યા છે.
• દરરોજ સાત કલાક ઊઘવુંઃ વૈજ્ઞાનિક અનુસાર બ્લડપ્રેશરની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકો જો દરરોજ સાત કલાકની ઊંઘ લે તો આ સમસ્યા પર કાબૂ મેળવી શકાય.
• મીઠાંનો ઓછો ઉપયોગઃ શરીરમાં જ્યારે પાણી વધારે હોય ત્યારે બ્લડપ્રેશર વધારવાનું કામ કરે છે. જે લોકો બ્લડપ્રેશરના પહેલથી દર્દી છે તેઓ જો વધુ મીઠાનો ઉપયોગ કરતાં હોય તો તેમને હાર્ટ અંગેની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. નોનવેજ ખાનારાં લોકોએ આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
• દર સપ્તાહે ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ કસરતઃ આમ તો વર્કઆઉટ કરવાથી મોટા ભાગની બીમારીઓ દૂર રહે છે. પરંતુ બ્લડપ્રેશર મામલે તે ખૂબ જરૂરી છે. અઠવાડિયામાં ૧૫૦ મિનિટ કસરત કરવી એટલે બ્લડપ્રેશરને દૂર રાખવા જેવું. રેગ્યુલર એરોબિક બ્લડપ્રેશરને સામાન્ય જાળવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
• ૧૦ મિનિટ મેડિટેશનઃ સ્ટ્રેસમાં માનવશરીરમાં એડ્રેલિનનું નામ હોર્મોન છે જે હાર્ટબિટ અને બ્લડપ્રેશરને વધારવાનું કામ કરે છે. એવા સમયે સ્ટ્રેસથી દૂર રહીને બ્લડપ્રેશરથી છૂટકારો મેળવી શકાય છે. મેડિટેશન સ્ટ્રેસથી છૂટકારો મેળવવા માટે સૌથી સારી રીત હોઈ શકે. ફક્ત ૧૦ મિનિટ મેડિટેશન તમને બ્લડપ્રેશરની સમસ્યાથી દૂર રાખી શકે છે.