સ્ટોકહોમઃ પશ્ચિમી દેશોની ભોજન પરંપરામાં વાઇન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હવે શરીરશાસ્ત્રના નિષ્ણાતો પણ કહે છે કે આવા ડ્રિંક યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો તે ફાયદાકારક હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું છે. ૧૯૯૮થી ૨૦૧૦ દરમિયાન સ્વિડનના આશરે ૫,૦૦૦ લોકોની લાઇફસ્ટાઇલ પર સ્ટડી કરાયો હતો. તેમની વિવિધ આદતો, ફૂડ લેવાની પદ્ધતિ અને વાઇન પીવાની માત્રાને ધ્યાનમાં રાખીને કરાયેલા આ સ્ટડીમાં જાણવા મળ્યું કે જે લોકો રોજ એક ગ્લાસ વાઇન પીએ છે એમનામાં ડિપ્રેશનનું રિસ્ક ઘટી જાય છે.
આ સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું હતું કે જે લોકો વધારે પડતો વાઇન કે આલ્કોહોલિક ડ્રિંક પીએ છે એમની તબિયત ખરાબ થાય છે. તેમના લીવરને અસર થાય છે. જે લોકો રાતે આલ્કોહોલિક ડ્રિંક લે છે એમના પર સ્ટ્રોકનું રિસ્ક સૌથી વધારે રહે છે. દુનિયાના અનેક પ્રદેશ એવા છે જ્યાં લોકો ૧૦૦ વર્ષે પણ એકદમ સ્વસ્થ જીવે છે. જપાન અને યુરોપના અનેક દેશોમાં શતાયુ લોકોની ક્લબો છે. આ લોકો જ્યાં રહે છે ત્યાં પ્રદૂષણ ઓછું હોય છે, વાતાવરણ ખુશનૂમા હોય છે અને આ લોકો રોજ વાઇન પીએ છે.
વાઇન પીવાના કારણે શરીરમાં શું ફેરફાર થાય છે એ વિશે આ સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે જે લોકોની મેન્ટલ હેલ્થ સારી હતી એવા લોકા અઠવાડિયામાં આશરે ૧૦ ગ્લાસ જેટલો વાઇન પીતા હતા. જે લોકો વાઇન નહોતા પીતા એમનામાં ડિપ્રેશનનું રિસ્ક ૭૦ ટકા જેટલું વધારે હતું. વળી યંગ મહિલાઓ વધારે વાઇન પીએ તો તેમને કેન્સર સહિતના બીજા રોગોનો ખતરો વધારે રહે છે.
સાઇકોલોજીસ્ટ્સના કહેવા મુજબ વાઇન પીનારા વ્યક્તિને હળવાશનો અનુભવ થાય છે અને તેનો મૂડ હંમેશાં એકદમ ફ્રેશ રહે છે. પબમાં જનારા લોકો વધારે ફ્રેશ લાગે છે. જોકે વાઇન પીવાની માત્રા પણ આશરે પાંચ ઔંસ એટલે કે ૧૬૦ મિલીલિટર જેટલી હોવી જોઈએ. એનાથી વધારે વાઇન શરીરને નુકસાનકર્તા છે.
વાઇન પીવાના ફાયદા
વિદેશોમાં લોકો રેડ વાઇન વધારે પીએ છે. એ પીવાથી કેન્સર થવાનું રિસ્ક ઘટે છે અને આંખોમાં દ્દષ્ટિ વધારે સતેજ થાય છે. • વાઇન સ્ટ્રેસ ઘટાડે છે અને એમના ચહેરા પર સ્મિત લાવે છે. • વાઇન હાડકાંની ઘનતા વધારે છે અને કોલેસ્ટરોલને ઘટાડે છે. તે ટાઇપ-૨ ડાયાબિટીઝનો ખતરો ઘટાડે છે. • વાઇનમાં રહેલા એન્ટિ-ઓક્સિડન્ટ્સ કેન્સરને રોકે છે. • વાઇન રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ઇન્ફેક્શન સામે લડત આપે છે.