• જમવા પહેલા આદુંની કચુંબર સહેજ સિંધવ-મીઠું નાંખીને ખાવાથી અજીર્ણ મટે છે અને ભૂખ સારી લાગે છે.
• ફૂદીનાના રસમાં સંચળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.
• અડધી ચમચી અજમો, ચપટી સિંધવ-મીઠું લીંબુના શરબતમાં મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
• એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી આદુંનો રસ ને બે ચમચી મધ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
• પાકા અનાનસના કટકા કરીને તેની ઉપર મરી અને સિંધવ-મીઠું ભભરાવી ખાવાથી અજીર્ણ મટે છે.
• એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુંનો રસ અને ચપટી સિંધવ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.