દાદીમાનું વૈદુંઃ અનિદ્રા - ઊંઘ ન આવવી

Sunday 25th August 2019 06:56 EDT
 
 

• સૂતાં પહેલાં હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે. • ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે. • કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે. • પીપરીમૂળના ચૂ્ર્ણની ફાકી લેવાથી અને પગે દિવેલ ઘસવાથી સારી ઊંઘ આવે છે. • ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંધ આવે છે. • કુમળાં વેંગણને શેકી, મધમાં મેળવીને સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે. • વરિયાળી, દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી ઊંઘ સારી આવે છે. • જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરીને સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે. • બેથી ત્રણ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા તો સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે. • ખૂબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઊડી જાય ત્યારે ગંઠોડાનું બે ગ્રામ ચૂર્ણ ગોળ અને ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter