• ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક છે.
• જમ્યા પછી ત્રણ-ચાર પાકાં કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે.
• એક કપ દૂધમાં એક ચમચી મધ નાંખીને પીવાથી અશક્તિ દૂર થાય છે.
• અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી અને તે દૂધ પીવાથી શક્તિ આવે છે, લોહી વધે છે.
• ખજૂર ખાઈ, ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી, ઘા વાગ્યાથી કે ઘામાંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ-અશક્તિ દૂર થાય છે.
• રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને સોનામુખી સરખે ભાગે લઈ ચૂર્મ ફાકવાથી અશક્તિ મટે છે.
• સફેદ કાંદાને ચોખ્ખા ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાંની નબળાઈ, ધાતુની નબળાઈ દૂર થાય છે.
• મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.
• પાંચ પેશી ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને અર્ધો કલાક ઊંઘ લેવાથી નબળાઈ દૂર થાય છે અને શક્તિ વધે છે.
• એક સૂકું અંજીર અને પાંચ-દસ નંગ બદામ અને સાકર દૂધમાં ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થાય છે, ગરમી મટે છે અને શક્તિ વધે છે.