શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો અશક્તિ - નબળાઇની સમસ્યા વિશે.
• એક સૂકું અંજીર અને પાંચ-દસ બદામ એક ચમચી સાકર સાથે દૂધમાં ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થઈ, ગરમી મટી, શરીરમાં શક્તિ વધે છે.
• દૂધમાં બદામ, પિસ્તાં, એલચી, કેસર અને ખાંડ નાંખીને ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે.
• ચણાના લોટનો મગસ, મોહનથાળ અથવા મેસૂર બનાવીને રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ વધે છે.
• ફણગાવેલા ચણા રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે. કિંમતી દવાઓ કરતાં આ ઉપાય સસ્તો અને સચોટ છે, પણ ચણા માફકસર જ ખાવા.
• ઘીમાં શેકેલા કાંદા સાથે શીરો ખાવાથી માંદગીમાંથી ઊઠ્યા પછી આવેલી અશક્તિ દૂર થઈને જલદી શક્તિ આવે છે.
• મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈને શક્તિ આવે છે.
• સુકી ખારેકનું ૨૦૦ ગ્રામ ચૂર્ણ બનાવી, તેમાં ૨૫ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખીને બાટલી ભરી લેવી. આ ચૂર્ણમાંથી ૫થી ૧૦ ગ્રામ ચૂર્ણ ૨૦૦ ગ્રામ દૂધમાં ઉકાળીને તેમાં જરૂર જેટલી ખાંડ નાખી રોજ સવારે પીવાથી શક્તિ આવે છે.