શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો આંખની પીડા અંગે.
• બકરીના દૂધમાં લવિંગ શેકીને આંખોમાં આંજવાથી રતાંધળાપણું મટે છે.
• સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધળાપણું મટે છે.
• કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાખવાથી રતાંધળાપણું મટે છે.
• પાકાં ટામેટાંનો રસ સવાર-સાંજ પીવાથી રતાંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે.
• આંખમાં ચીપડા બાઝતા હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાખવાથી આરામ થાય છે.
• સરગવાના પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગો મટે છે અને આંખનું તેજ વધે છે.
• આંખમાં ઠંડા પાણીની છાલક દરરોજ સવાર-સાંજ મારવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખનું તેજ વધે છે.
• કોથમીરનો રસ કાઢી, ચોખ્ખા કપડાથી ગાળી, તેનાં બબ્બે ટીપાં આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે. ખીલ, ફૂલું, છારી વગેરે મટે છે.