દાદીમાનું વૈદુંઃ આંખની પીડા

Sunday 28th February 2021 00:43 EST
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો, આ સપ્તાહે જાણો આંખના દર્દ અંગે....

• એક નાની ચમચી ત્રિફળા ચૂર્ણ તથા એક નાની ચમચી વરિયાળીનો ભૂકો મેળવીને સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દૃષ્ટિ વધે છે.
• ક્યારેક આંખમાં ધૂળ, કચરો, ચૂનો કે આંકડાનું દૂધ પડે તેથી થતી બળતરામાં આંખમાં દિવેલ આંજવાથી આરામ થાય છે.
• આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહારથી ઘી ઘસવાથી શાંતિ થાય છે.
• આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે.
• હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સુકવી દિવસમાં બે વાર સૂર્યાસ્ત પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલુ, રતાશ પડતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મળે છે.
• રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. આંખોની રતાશ અને બળતરા મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter