• કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
• કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે.
• લીંબુના રસમાં તેનાથી ચાર ગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે. • લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
• મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.
• એક ચમચી મધ અને બે ચમચી આદુંનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે.
• દ્રાક્ષ અને સાકર મોમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
• લસણની કળીઓને કચરી, પોટલી બનાવી, તેની વાસ લેવાથી કાળી ઉધરસ (હુપિંગ) કફ મટે છે.